કિશોરીને સોશિયલ મીડિયાથી ફસાવી, ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું

પ્રતિકાત્મક
અમદાવાદ, અમદાવાદના જુહાપુરામાં રહેતી કિશોરી સાથે નરાધમે સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને વાતચીત શરૂ કરી હતી. આરોપીએ નામ બદલીને કિશોરીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આરોપીએ કિશોરી સાથેના અંગત પળોના ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. અવાર નવાર કિશોરીને વીડિયો કોલ કરીને કપડાં ઉતારવા મજબૂર કરતો હતો. આખરે કંટાળીને આ મામલે કિશોરીએ પરિવારને જાણ કરતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જુહાપુરામાં રહેતી કિશોરી સાથે એક શખ્સે ચારેક માસ પહેલા સ્નેપચેટમાં રિકવેસ્ટ મોકલી હતી.
શખ્સે તેનું નામ બદલીને એકાઉન્ટ બનાવ્યું હોવા અંગે કિશોરી જાણતી નહોતી. કિશોરીએ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ વાત શરૂ કરી હતી. શખ્સે આ કિશોરીને લગ્નની લાલચ આપી હતી. એક દિવસ કિશોરીના ભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો ત્યારે આ શખ્સ કિશોરીના ઘરે આવ્યો હતો.
જ્યાં તેણે શરીર સંબંધ બાંધીને કિશોરીના ફોટો પાડી લીધા હતા. ફોટોના આધારે બ્લેકમેલ કરીને ગાળાગાળી કરીને કિશોરીને જબરજસ્તી વાત કરવા મજબૂર કરી હતી. ફરી એક વાર શખ્સ કિશોરીના ઘરે આવ્યો હતો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને સંબંધ બાંધ્યો હતો.
બાદમાં એક ગ્રાઉન્ડમાં બોલાવીને કિશોરીને અડપલાં કર્યા હતા. આરોપી કિશોરીને વીડિયો કોલ કરીને કપડાં ઉતારવા મજબૂર કરતો હતો. એક દિવસ આરોપીએ તેનું સાચુ નામ કહેતા કિશોરીના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી. નામ બદલીને સંબંધ બાંધનાર શખ્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને કિશોરીને હોટલમાં લઇ જઇને સંબંધ બાંધતો હતો.SS1MS