શહેરમાં ૪ દિવસમાં જ કમળાના ૩૭, ડેન્ગ્યૂના ૫૧ કેસ નોંધાયા

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓક્ટોબર માસના ૪ દિવસમાં જ કમળા અને ડેન્ગ્યૂનો હાહાકાર ફેલાયો છે. ઓક્ટોબરમાં શહેરમાં કમળાના ૩૭ અને ડેન્ગ્યૂના ૫૧ કેસ સામે આવ્યા છે.
પાણીજન્ય રોગચાળાના કેસોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને પગલે પાણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં ૨ સેમ્પલ અનફીટ જાહેર થયા છે.
શહેરમાં ઓક્ટોબરના ૪ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના મોટા પ્રમાણમાં કેસો નોંધાયા છે. ૪ દિવસમાં જ શહેરમાં કમળાના ૩૭ કેસ, ઝાડા-ઉલ્ટીના ૪ દિવસમાં ૨૪ કેસ અને ટાઈફોઈડના ૨૫ કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળાના કેસો સામે આવતા કોર્પાેરેશન દ્વારા ઓક્ટોબરમાં જ ૮૫૭ પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા હતા. જેમાંથી ૨ સેમ્પલ અનફીટ જાહેર થયા છે.
આ સાથે ચાલુ વર્ષે પાણીના કુલ ૬૨ હજાર કરતા વધુ સેમ્પલની ચકાસણી કરાઈ હતી અને તેમાંથી ૫૬૯ સેમ્પલ અનફીટ જાહેર થયા હતા. પાણીજન્ય રોગચાળા સાથે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુનો હાહાકાર જોવા મળ્યો છે. ઓક્ટોબર માસના ૪ દિવસમાં શહેરમાં ડેન્ગ્યૂના ૫૧ કેસ સામે આવ્યા છે. આ સાથે શહેરમાં ચાલુ વર્ષમાં ડેન્ગ્યૂના કેસોની સંખ્યા ૧૨૩૪ પર પહોંચી ગઈ છે.
આ ઉપરાંત સાદા મેલેરિયાના ૫ અને ઝેરી મેલેરિયાના ૧ કેસ નોંધાયા છે. જ્યારે ચીકનગુનિયાનો એક પણ કેસ સત્તાવાર રીતે નોંધાયો નથી. ડેન્ગ્યૂના ૫૧ કેસ સામે આવતા કોર્પાેરેશનના હેલ્થ વિભાગ દ્વારા ઓક્ટોબર માસમાં ૩૪૮ સીરમ સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૬૨ હજાર કરતા વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.SS1MS