રાઘવ જુયાલે સાઉથના સ્ટાર નાનીની ફિલ્મ સાઈન કરી

મુંબઈ, આર્યન ખાનની વેબ સીરિઝ ‘ધી બેડ્સ ઓફ બોલીવૂડ’થી ચર્ચામાં આવેલો રાઘવ જુયાલ હવે સાઉથની ‘ધી પેરેડાઈઝ ‘ ફિલ્મમાં એક એક્શન રોલમાં દેખાશે. આ ફિલ્મમાં તે સાઉથના સ્ટાર નાની સાથે સ્ક્રીન શેર કરવાનો છે.
આ ફિલ્મ હિંદી સહિતની ભારતની છ ભાષા ઉપરાંત અંગ્રેજીમાં પણ રીલિઝ થવાની છે. ‘ધી બેડ્સ ઓફ બોલીવૂડ’ સીરિઝમાં પોતાનાં કોમિક ટાઈમિંગ તથા ડાન્સ મૂવ્ઝથી રાઘવ જુયાલ ચર્ચામાં આવ્યો છે. તે હવે બોલીવૂડમાં પોતાના માટે સ્થાન બનાવવા પ્રયાસ કરી રહ્યો છે. જોકે, સાથે સાથે તેણે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઝંપલાવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન શ્રીકાંત ઓડેલા કરવાના છે.
ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થવાની સંભાવના છે. તેણે તાજેતરમાં ફિલ્મ માટે સ્ક્રીપ્ટ રીડિંગ સેશન એટેન્ડ કર્યું હતું. તેના પાર્ટનું શૂટિંગ ટૂંક સમયમાં શરુ થવાનું છે.SS1MS