અબુ ધાબીના વીડિયોમાં રણવીર- દીપિકાનો નવો લુક વાયરલ થયો

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક સમયથી ૮ કલાકની શિફ્ટની માંગણીને કારણે સમાચારમાં છે. આ માંગ બોલીવુડમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
કેટલાક લોકોએ આ મુદ્દે તેનું સમર્થન કર્યું હતો તો આ માંગને કારણે તેને બે મોટી ફિલ્મ ગુમાવવી પડી, પરંતુ હવે અભિનેત્રી પોતાના નવા લુકથી ચાહકોના દિલ જીતી રહી છે અને તેની સાથે તેનો પતિ એટલે કે અભિનેતા રણવીર સિંહે પણ પોતાના દાઢીવાળા લુકથી ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
બી-ટાઉનના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક રણવીર-દીપિકા, તેમના અબુ ધાબીના વીડિયોથી હેડલાઇન્સમાં છે.દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર તેમની નવી જાહેરાતનો વીડિયો શેર કર્યાે છે, જેમાં તેઓ અબુ ધાબીના સુંદર સ્થળોનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. વીડિયોમાં, બંને અબુ ધાબીની શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદમાં પણ જોવા મળે છે,જ્યાં દીપિકા પાદુકોણ અબાયા અને હિજાબમાં, જ્યારે રણવીર સિંહના લાંબી દાઢીવાળા લુકે ચાહકોને પ્રભાવિત કર્યા હતા.
દીપિકાના આ ટ્રેડિશનલ લુકને જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.આ વિડીયો શેર કરતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે કેપ્શન આપ્યું, “મારી શાંતિ.” સિંઘમ અગેન પછી, આ પહેલી વાર છે જ્યારે બંને સ્ક્રીન પર સાથે દેખાયા છે અને માતા-પિતા બન્યા પછી આ તેમનો પહેલો વ્યાવસાયિક પ્રોજેક્ટ છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયોમાં, રણવીર અને દીપિકા અબુ ધાબીની પરંપરાઓ વિશે શીખતા અને તેને દર્શકો સાથે શેર કરતા જોવા મળે છે. આ વીડિયો એક મ્યુઝિયમથી શરૂ થાય છે અને પછી ચાહકોને અબુ ધાબીના વિવિધ સ્થળોની ઝલક આપે છે.રણવીર અને દીપિકાના વીડિયો પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “દીપિકા હિજાબમાં ખુબ સુંદર લાગે છે.”
બીજાએ લખ્યું, ‘આ સુંદર હિજાબે દીપિકાની સુંદરતામાં વધારો કર્યાે. તે ખરેખર સુંદર લાગી રહી છે.’ બીજા એક યુઝરે લખ્યું, “મેં ક્યારેય દીપિકાને આવા અવતારમાં જોવાની કલ્પના નહોતી કરી, ખૂબ સુંદર.”
આમ ટિપ્પણી કરતા, યુઝર્સ દીપિકાના લુકની પ્રશંસા કરી રહ્યા છે.રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના વર્ક ળન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ ‘ધુરંધર’માં જોવા મળશે, જે આ વર્ષે ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને લઈને અભિનેતાના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. જયારે દીપિકા “કિંગ”માં શાહરૂખ ખાન સાથે જોવા મળશે.
આ ઉપરાંત, તેની પાસે પ્રભાસ સ્ટારર ફિલ્મ સ્પિરિટ અને કલ્કીની સિક્વલ પણ હતી પરંતુ દીપિકાને આ બંને ફિલ્મોમાંથી બહાર કરી દેવામાં આવી છે.SS1MS