ગાંધીનગરમાં સ્વ. ઇશાન દવે મેમોરીયલ ઓલ ઈન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએસન દ્વારા તારીખ: ૧૮.૦૧.૨૦૨૬ ના રોજ સ્વ. ઇશાન સુભાષભાઈ દવે મેમોરીયલ ઓલ ઈન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ગવર્નમેન્ટ કમ્યુનીટી હોલ, પોલીસ સ્ટેશનની સામે, “ઘ” રોડ, સેક્ટર – ૭, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે જેમાં ભારતભરમાંથી જાણીતા પ્લેયર્સ મોટી સંખ્યામાં ભાગ લેશે.
સદર ટુર્નામેન્ટમાં ઓપન તેમજ જુનિયર કેટેગરીના ખેલાડીઓએ તારીખ: ૧૮.૦૧.૨૦૨૬ ના રોજ સવારે ૮:૦૦ કલાકે હાજર થવાનું રહેશે. ટુર્નામેન્ટના રાઉન્ડનો સમય ઓપન તથા જુનિયર કેટેગરીના તમામ ખેલાડીઓ (ભાઈઓ અને બહેનો) માટે અડધો-અડધો કલાક (કુલ એક કલાક) આપવામાં આવશે. ટુર્નામેન્ટમાં સ્પર્ધકોની સંખ્યાને ધ્યાનમાં લઈને આર્બીટર દ્વારા સ્થળ પર જાહેર કરવામાં આવશે.
ટુર્નામેન્ટમાં તારીખ: ૦૧.૦૧.૨૦૨૬ ને જુનિયર વિભાગના તમામ ખેલાડીઓની વ્યમર્યાદાની તારીખ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે. તમામ ખેલાડીઓએ પોતાની જન્મ તારીખનો પુરાવો ટુર્નામેન્ટ દરમિયાન સાથે રાખવાનો રહેશે.પોતાની વયથી ઉપરની વયની કક્ષામાં સ્પર્ધક ઈચ્છે તો સ્પર્ધામાં ભાગ લઇ શકશે, પરંતુ સ્પર્ધક, પોતાની વયથી નીચેની વયની કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ પ્રકારના વિવાદના સંજોગોમાં એસોશીએશન/ આર્બીટરનો નિર્ણય અંતિમ ગણાશે.
સ્પર્ધકોને પોતાનો ચેસ સેટ ફરજીયાત લાવવાનું જણાવવામાં આવે છે. સ્પર્ધકોને પોતાની “ચેસ કલોક” જો હોય તો લાવવાની ખાસ વિનંતી કરવામાં આવે છે.
વિજેતા ખેલાડીઓને ઓપન કેટેગરીમાં પ્રથમ ઈનામ રૂ. ૧૦,૦૦૦નું રહેશે જ્યારે જુનિયર કેટેગરીમાં પ્રથમ ઈનામ રૂ. ૧૫૦૦નું નક્કી થયું છે. કુલ રૂ. ૧ લાખથી વધુની રકમના રોકડ, ટ્રોફી અને મેડલ્સ વિતરણ કરવામાં આવશે. તમામ સ્પર્ધકોને ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ ત્રણ દિવસમાં ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.
ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ નીચેના ખાતામાં ઓનલાઈન પેમેન્ટ કરીને ગુગલ લિંકના QR કોડ પરથી નિયત પ્રવેશફોર્મ ભરીને પ્રવેશ ફી બંને કેટેગરી માટે રૂ. ૭૦૦ ભર્યાનો પુરાવો શ્રી પંકજભાઈ પંચોલીને મોબાઈલ નંબર ૮૨૦૦૨૮૧૨૨૫ પર વોટ્સએપ કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન ફી પરત થશે નહીં તે નોન રિફન્ડએબલ છે. હોલની કેપેસીટી અને છેલ્લી તારીખ ૧૦/0૧/૨૦૨૬ પહેલા જો નક્કી કરેલી સંખ્યા થઇ જશે ત્યારબાદ એન્ટ્રી લેવાની બંધ કરવામાં આવશે જેની ખાસ નોધ લેવા વિનંતી.
Bank details of Gandhinagar Jilla Chess Association.
Name: Gandhinagar Jilla Chess Association
Bank Name: Canara Bank
Branch: Gandhinagar, Gh-4 Sector-16
Account Number: 70802010007137
IFSC Code: CNRB0002381
તારીખ ૧૮.૦૧.૨૦૨૬ના રોજ ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએશન દ્વારા વિના મૂલ્યે તમામ સ્પર્ધકો માટે બપોરે ૧૧:૦૦ કલાકે સ્વાદિસ્ટ ભોજન (ફૂલ ડીશ)ની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ બપોરે ૦૩:૩૦ વાગે ચા-કોફીની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં સ્પર્ધકોના વાલીઓએ સ્વખર્ચે ભોજનપાસ/ચા-કોફી પાસની વ્યવસ્થા અગાઉથી કેટરર્સ પાસેથી જાતે વ્યક્તિ દીઠ ૧૫૦ રૂપિયા ચૂકવીને કરવાની રહેશે. આ બાબતે નોંધણી કરવા માટે શ્રી પાર્થ શાહ મો. ૬૩૫૨૧ ૬૬૧૪૩ અથવા જેરિઅલ ઈવાન્સનો ૭૦૧૬૦ ૯૧૯૬૧ સંપર્ક કરવાનો રહેશે.
બહારગામના ખેલાડીઓ જો આગળના દિવસે અથવા રાત્રે આવવાના હોય તો તેઓએ અગાઉથી શ્રી પાર્થ શાહને (૬૩૫૨૧૬૬૧૪૩) અથવા જેરિઅલ ઈવાન્સને (૭૦૧૬૦ ૯૧૯૬૧) જાણ કરવાની રહેશે. હૉલ ખાતે ૫૦ (પચાસ) જેટલા ખેલાડીઓની રાત્રિ રોકાણની વ્યવસ્થા (ડૉરમેટ્રી) થઈ શકે તેમ છે એટલે જે વહેલી ૫૦ (પચાસ) એન્ટ્રી લેનાર ખેલાડીઓને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ખેલાડીઓએ જાતે પોતાની વ્યવસ્થા કરવાની રહેશે.
ટુર્નામેન્ટના સ્થળે આવવા માટે, અમદાવાદથી સીધી જ ગવર્નમેન્ટ કોમ્યુનિટી હોલ, પોલીસ સ્ટેશનની સામે, “ઘ” રોડ, સેક્ટર-૭, ગાંધીનગર આવવા માટે ગુજરાત પરિવહન નિગમ (એસ.ટી) નિયમિત સમયે બસ મળે છે જેની નોંધ લેવી, જેનો લોકેશન QR કોડ નીચે મુજબ છે.
ટુર્નામેન્ટની વધુ વિગત માટે ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએશનના સેક્રેટરી શ્રી શૈલેશભાઈ નાયક (મો. ૯૯૦૯૯૪૦૬૧૨) અથવા જેરિઅલ ઈવાન્સ (૭૦૧૬૦ ૯૧૯૬૧) નો સંપર્ક કરવાનો રહેશે.
ખાસ સૂચના:
ટુર્નામેન્ટ સફળતાથી હાથ ધરી શકાય તે માટે ભાગ લેનાર સ્પર્ધકોના વાલીઓને ખાસ વિનંતી કે, ટુર્નામેન્ટ દરમિયાન હૉલમાં પ્રવેશ કરવો નહીં. શિસ્તનું ઉલ્લંઘન કરનાર વાલી સામે એસોસિયેશન દ્વારા જે પગલાં ભરવામાં આવશે તે માન્ય રાખવા પડશે તેની ખાસ નોંધ લેવા વિનંતી.
શૈલેશ નાયક ( સેક્રેટરી )
ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએશન, ગાંધીનગર
Registration QR Address QR