વિશ્વભરના 30 દેશો ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) મોડેલને અપનાવવાની ચર્ચા કરી રહ્યા છે: PM

ભારતમાં 1GB મોબાઈલ ડેટાની એક કપ ચા કરતાં પણ ઓછી: વડાપ્રધાન મોદી-એશિયાનો સૌથી મોટો ટેક ઇવેન્ટ | એક સમયે 2G માટે સંઘર્ષ કરતું, આજે બધા જિલ્લાઓમાં 5G કનેક્ટિવિટી: પીએમ મોદી |
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) ૨૦૨૫ના ૯મા સંસ્કરણનું ઉદ્ધાટન કર્યું. આ એશિયાનો સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી કાર્યક્રમ છે. આજે બધા જિલ્લાઓમાં 5G. 1GB ડેટાની કિંમત એક કપ ચા કરતાં પણ ઓછી. મોદીએ કહ્યું, ભારત એક સમયે મોબાઈલ કનેક્ટિવિટી માટે સંઘર્ષ કરતું હતું.
આજે, લગભગ બધા જ જિલ્લાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી છે. આજે, ભારતમાં 1GB વાયરલેસ ડેટાની કિંમત એક કપ ચા કરતાં પણ ઓછી છે. મોદીએ કહ્યું, ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે. મોદીએ સંભાષન કરતા કહ્યું કે દેશની યુવા પેઢી ટેકનોલોજી ક્રાંતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. અગાઉ, ભવિષ્યનો અર્થ આગામી સદી અથવા આગામી ૧૦-૨૦ વર્ષ થતો હતો.
Glimpses from the inauguration of India Mobile Congress (IMC) 2025 by Hon’ble PM Sh. Narendra Modi. Showcasing India’s leadership in digital innovation and the future of connectivity.
પરંતુ હવે ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે. પીએમ એ કહ્યું, “ભારતે મેડ ઇન ઇનિયા 4G સ્ટેક લોન્ચ કર્યો છે. ભારત હવે આ ક્ષમતા ધરાવતા ટોપ પાંચ દેશોમાં સામેલ છે. સમગ્ર વિશ્વ ભારતની ક્ષમતાને ઓળખી રહ્યું છે.” આપણી પાસે દુનિયાનું બીજું સૌથી મોટું ટેલિકોમ અને બજાર છે. ભારતમાં રોકાણ, નવીનતા અને ઉત્પાદન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. મોદીએ કહ્યું, “મેં પ્રદર્શનમાં કેટલાક સ્ટોલની મુલાકાત લીધી જેનાથી મને ભવિષ્યની ઝલક મળી.
ટેલિકોમ કનેક્ટિવિટી, 6G ટેકનોલોજી, AI, સાયબર સુરક્ષા સેમિકન્ડક્ટર, ડ્રોન-સ્પેસ ટેકનોલૉજી, ડીપ-સી અને ગ્રીન-ટેક સહિત અન્ય ટેકનોલોજી ક્ષેત્રોમાં આગામી સમય સંપૂર્ણપણે અલગ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ કાર્યક્રમને સંબોધતા કહ્યું, ‘આજે આપણી ટેલિકોમ ક્રાંતિ ચાર ‘ડી’ પર આધારિત છે – ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિજિટલ ફર્સ્ટ અને ડિલિવરી. ૨૦૧૪માં, એક જીબી ડેટા પહેલા ૨૮૭નો હતો.
આજે, તે જ જીબી ડેટાની કિંમત ફક્ત ૯.૧૧ છે. જ્યોતિરાદિત્ય સિધિયાએ કહ્યું, “આ ફક્ત ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ નથી. આ વિકસિત ભારતની ક્રાંતિ છે. કૌશલ્ય આપણને શક્તિ આપે છે, સુરક્ષા આપણને આત્મવિશ્વાસ આપે છે, અને સાર્વભૌમત્વ આપણને આત્મનિર્ભર બનાવે છે .”પ્રધાનમંત્રીના નેતૃત્વમાં, ભારત વિશ્વ-નિર્ભર દેશમાંથી આત્મનિર્ભર ભારતમાં પરિવર્તિત થઈ રહ્યું છે.
કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રીએ કહ્યું, “આજે, વિશ્વાભરના ત્રીસ દેશો ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) મોડેલને અપનાવવાની ચર્ચા કરી રહ્યા છે. અન્ય દેશોની ટેકનોલોજી લઈને અને તેને ફોલો કરતું ભારત આજે વિશ્વનું ડિજિટલ વજવાહક બની ગયું છે. IMC ૨૦૨૫માં ૮ થી ૧૧ ઓક્ટોબર સુધી ચાલશે. ભારત અને વિદેશની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને નિષ્ણાતો નવી ટેકનોલોજી રજૂ કરશે.
ભારત, કેનેડા, જાપાન, બ્રિટન, રશિયા સહિત ૧૫૦થી વધુ દેશોના ૧.૫ લાખથી વધુ સ્પીકર્સ, ૩૦૦૦થી વધુ ગ્લોબલ ડેલિગેટ્સ અને ૪૦૦થી વધુ કંપનીઓ તેમાં ભાગ લેશે. તે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ ઇનોવેટ ટુ ટ્રાન્સફોર્મ છે.