બ્રેક ફેઈલ થયેલી બસે બાઈક ચાલકને અડફટે લીધો-મોટી જાનહાની ટળી

AI Image
નવસારી-મરોલી રોડ પર મરોલી ચાર રસ્તા નજીક મુસાફરોથી ભરેલ એક એસ.ટી.બસની બ્રેક અચાનક ફેઈલ થઈ જતાં, બેકાબુ બનેલ એસ.ટી.બસે મોટરસાયકલ ચાલકને અડફટે લીધો હતો. જો કે, આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. બાઈક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી.
અંદાજે ત્રીસથી ચાલીસ મુસાફરોને લઈ નવસારીથી મરોલી જઈ રહેલ એસ.ટી.ની બસ નં. જીજે-૧૮-ઝેડ-૯૯૩૯ મરોલી ચાર રસ્તા નજીક પહોંચી હતી. બસની સ્પીડ વધુ હોવાથી તેમજ બ્રેક ન લાગતા, મુસાફરો ભયભીત થઈ ગયા હતા.
બસના ચાલકે આગળ જઈ રહેલ એક ડમ્પરની બાજુમાંથી બસને કાઢવાનો પ્રયાસ કરતાં સમયે બાજુમાંથી પસાર થઈ રહેલ એક બાઈક ચાલક બસની અડફેટમાં આવી ગયો હતો. ચાલકની સમયસૂચકતાને કારણે બસ ધીમે ધીમે ઉભી રહી જતાં મોટી દુર્ઘટના બનતા અટકી હતી. જો કે, હાલ આ અંગે કોઈ ફરીયાદ નોંધાઈ નથી.