ખેરગામ, ભૈરવી, ધરમપુરની આસપાસના રસ્તાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બન્યા?

પ્રતિકાત્મક
ચીખલી-ખેરગામ અને ધરમપુર તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના વાહનો દોડી શકે તેવો સક્ષમ માર્ગ ન હોવા છતાં છેલ્લા ચાર માસથી ભારે વાહનો હાલના રસ્તાઓને બેસાડી દઈ અસમતળ કરી નુકસાન કરી રહ્યા છે.-ક્ષમતા કરતાં અતિ ભારે વાહનોથી માર્ગને નુકસાન
સુરત, ચોમાસાના પ્રારંભમાં કરંજવેરી પાસેના માન નદીના પુલ ક્ષતિગ્રસ્ત થતા ભારે વાહનો માટે ESH-5 અને રાજય ધો.માર્ગ-૧૭૭ બંધ કરાયા. નવસારી-નાસિક આંતરરાજય માર્ગોના ભારે વાહનોની હેરફેર હાલમાં પાણીખડક ચોકડીથી ખેરગામ-ભેરવી-બામટી થઈને ધરમપુરથી અવરજવર કરતી હોય છે.
આ વિસ્તારમાં પ્રજાએ ન જોયેલા અતિ ભારે વાહનોની ભરમાર રાત દિવસ જોવામાં આવી રહી છે. ચીખલી-ખેરગામ અને ધરમપુર તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના વાહનો દોડી શકે તેવો સક્ષમ માર્ગ ન હોવા છતાં છેલ્લા ચાર માસથી ભારે વાહનો હાલના રસ્તાઓને બેસાડી દઈ અસમતળ કરી નુકસાન કરી રહ્યા છે.
તામિલનાડુના ચેન્નઈથી મોટા વાહનો ખેરગામ થઈને પાણી ખડક જતા હતા જે સમૂહ જામનગર સુધી જવાનો છે. આવા ભારે વાહનો વારંવાર પસાર થતા હોય છે,
જે ખરેખર ધરમપુરથી રોણવેલ-ધરમપુર ચોકડી હાઈવે થઈને જવા જોઈએ પણ તેના માટે વહીવટી તંત્રની કોઈપણ નિયંત્રણ વ્યવસ્થા નથી. વાહન વ્યવહાર ગૂગલના આધારે ચાલે છે જેમાં ખેરગામ ભોગ બની રહ્યું છે. ચોમાસુએ વિદાય લીધી હોય, સમારકામમાં ગતિ આવશે, એવી વાહન ધારકો અને પ્રજા આશા રાખી રહી છે.