ભારત-પાકિસ્તાન આ દેશના મુદ્દે ટ્રમ્પની હિલચાલના વિરોધમાં એક સાથે બહાર આવ્યા

અફઘાનના બગ્રામ એરબેઝ મુદે ભારત – પાક. એક સાથે! ટ્રમ્પની ચાલ સામે વિરોધમાં સામેલ
અફઘાનીસ્તાન છોડતા સમયે અમેરિકી દળોએ ત્યજી દીધેલા અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ગુણવત્તાવાળા અફઘાનના બગ્રામ એરબેઝ ફરી પોતાના અંકુશમાં લેવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરેલી જાહેરાત સમયે આશ્ચર્યજનક રીતે હાલમાં જ ઓપરેશન સિંધુવીર અભ્યાસમાં ખાખડી ચૂકેલા ભારત-પાકિસ્તાન ટ્રમ્પની આ હિલચાલના વિરોધમાં એક સાથે બહાર આવ્યા છે.
તે સમયે આ નવા ડિપ્લોમેટીક સંકેત મહત્વના છે. અફઘાનીસ્તાન અંગેની મોસ્કો ફોર્મેટ પરામર્શમાં એક તરફ અફઘાનીસ્તાનની તાલીબાની સરકારના વિદેશમંત્રી આસમાહના અંતે તેઓની પ્રથમ ભારત મુલાકાતમાં દિલ્હીમાં આવનાર છે. અફઘાનીસ્તાનમાં કોઈ બહારી દેશના લશ્કરી મથકો કે સુવિધાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં અફઘાનીસ્તાન, ભારત, ઈરાન, કઝાખ, ચીન, પાકિસ્તાન, રશિયા, તાજીકીસ્તાન અને ઉઝબેકીસ્તાનના પ્રતિનિધિઓ સામેલ થયા હતા
જયારે બેલારૂસે આમંત્રિત તરીકે આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં પ્રથમ વખત અફઘાનના વિદેશમંત્રી આમીરખાન મુતાકી એક સભ્ય તરીકે સામેલ થયા હતા. ટ્રમ્પે તા. ૧૮ સપ્ટેમ્બરમાં તેની બ્રિટન મુલાકાત સમયે અફઘાનનું બગામ એરબેઝ પરત લેવાનો ઈરાદો દર્શાવ્યો હતો. ટ્રમ્પે આ માટે લશ્કરી પગલાની પણ તૈયારી હોવાની ધમકી આપી હતી.
જો કે તાલીબાન સરકારે અમેરિકાની આ માગ નકારી હતી તથા જાહેર કર્યું કે અફઘાન કદી તેની ભૂમિ પર વિદેશી સેનાની હાજરી સ્વીકારશે નહી. ભારત એક તરફ અફઘાનના વિદેશ મંત્રીની મહેમાનગીરી કરવા તૈયાર છે. જો કે ભારતે તાલીબાન સરકારને માન્યતા આપી નથી. તે સમયે આ પ્રકારના મંચ પર પાકિસ્તાન અને ચીન સાથે અમેરિકા વિરુદ્ધ આવવું તે પણ સૂચક છે.