પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે કામ ન કરવું જોઈએ: સૈફ

મુંબઈ, એક્ટર સૈફ અલી ખાને તાજેતરમાં તેણે ૯૦ના દાયકામાં જે પ્રકારની ફિલ્મ કરી તે અને ૨૦૦૦માં કઈ રીતે ફિલ્મની દિશા અને સ્ટાઇલ બદલાઈ, તે અંગે વાત કરી હતી. ઇન્ટરવ્યુમાં સૈફે એવું પણ કહ્યું કે કેમ, “પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે કામ ન કરવું જોઈએ”.
સૈફે કરીના સાથે તો કેટલીક ફિલ્મમાં કામ કર્યું છે પરંતુ તેણે અમૃતા સિંગ સાથે તેણે કોઈ ફિલ્મ કરી નથી. જ્યારે ૯૦ના દાયકામાં સૈફે કરેલી ફિલ્મ વિશે કહ્યું, લોકો મને કહેતાં કે, “નસીબદાર છે કે, તને ઘણી તકો મળી છે”.
જ્યારે સૈફને લાગતું હતું કે, તેને “સારી ફિલ્મ નહોતી મળતી કે તેને લીડ રોલ પણ મળતા નહોતા.”જ્યારે ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે કેમ કામ ન કરવું એ વિશે સૈફે જણાવ્યું કે, સમય સાથે તેને સમજાયું કે, જ્યારે તે કોઈ તંદુરસ્ત હરીફાઇમાં હોય ત્યારે તે સારું કામ કરે છે, “તેના કારણે તેની સાથે કામ કરતાં કલાકારો થોડાં ઉશ્કેરાઈ જતા હોય છે.”
તેણે કહ્યું કે, તેથી “પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે કામ કરવું એ સારો વિચાર નથી.”સૈફ અને કરીનાએ ૨૦૦૩માં એલઓસી કારગિલ, ૨૦૦૬માં ઓમકારા, ૨૦૦૮માં ટશન અને રોડસાઇડ રોમિયો, ૨૦૦૯માં કુરબાં તેમજ ૨૦૧૨માં એજન્ટ વિનોદ ફિલ્મમાં સાથે કામ કર્યું છે.
આ ઉપરાંત તેમણે બંનેએ સાથે કેટલીક જાહેરાતમાં પણ કામ કર્યું છે.જ્યારે છેલ્લે ૨૦૨૧માં એક ઇન્ટરવ્યુમાં સૈફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હવે તેણે અને કરીનાએ સાથે કામ કરવા માટે ઘરમાં ઘણું બધું એડજસ્ટ કરવું પડે છે, તેથી તેમની પાસે કોઈ મહત્વની અને સારી ફિલ્મ આવવી જોઈએ.
જોકે, તેની ઇચ્છા ઘરમાં શાંતિથી સાથે રહેવાની અને કામ બીજા કોઈ લોકો સાથે કરવાની હતી.એ મુજબ કરીના હાલ પૃથ્વીરાજ સુકુમારન સાથે મેઘના ગુલઝારની થ્રિલર ફિલ્મ દાયરામાં કામ કરી રહી છે, છેલ્લે તેણે રોહીત શેટ્ટીની સિંધમ અગેઇનમાં કામ કર્યું હતું.
જ્યારે સૈફની ઓટીટી ફિલ્મ જ્વેલથીફ છેલ્લે આવી હતી, જેમાં જયદીપ આહલાવત, કુનાલ કપૂર અને નિકિતા દત્તા હતા. હવે તે પ્રિયદર્શનની હૈવાનમાં અક્ષય કુમાર અને સૈયામી ખેર સાથે જોવા મળશે.SS1MS