Western Times News

Gujarati News

રીચા ચઢ્ઢાએ NFDCનો ઉધડો લીધો- સરકાર પાસેથી પૈસા કઢાવવા મુશ્કેલ

મુંબઈ, રિચા ચઢ્ઢાએ ગયા અઠવાડિયે વોટરફ્રન્ટ ઇન્ડિ ફિલ્મ ફેસ્ટિવલ એક રસપ્રદ ચર્ચાનું સંચાલન કર્યું હતું, જેમાં શૂજીત સરકાર, રજત કપૂર, દીપા ગેહલોત અને શ્રીધર રંગાયન પણ હાજર રહ્યા હતા. તેમણે આ ચર્ચામાં સ્વતંત્ર ફિલ્મને નડતા પડકારો અંગે વાત કરી હતી.

આ ચર્ચામાં એક મુદ્દામાં રીચાએ શૂજીત સરકારને જણાવ્યું હતું, “તમારી પાસે તો રોની લાહિરી જેવા પ્રોડ્યુસર છે, જે તમારી દૃષ્ટિને ટેકો આપે છે અને એ મહત્વનું છે. આ પ્રકારના પ્રોડ્યુસરની જરૂરિયાત ઘણી મહત્વની છે, જેમને તમારામાં વિશ્વાસ હોય છે અને સમગ્ર સફરમાં તમારી પડખે ઉભા રહે છે.”

બાદમાં રીચાએ પેનલનાં બધા જ સભ્યોને પૂછ્યું હતું, “એવું કેમ થાય છે કે ગ્લોબલ નેટવર્ક્સમાં મોટા ભાગના અધિકારીઓ કોઈ એમબીએને ફિલ્મ પસંદલ કરવાની સત્તા આપી દેતા હોય છે? એમને એવું હોય છે, “આ મારા પ્લેટફર્મ પર ચાલશે” અથવા “આ મારા અલગોરીધમ સાથે ચાલશે”. આપણી પાસે વિકલ્પો છે અને આપણે દુનિયાભરના લોકોને મળીએ છીએ.

કેમ ઇન્ડસ્ટ્રીનો એક પણ માણસ એવું નથી કહેતો કે, “મને વીસીઝ ખબર છે, મને હેગડે ફંડ ખબર છે, આ એક જોખમ છે, આ પ્રવાહમાં રોકાણ કરશો તો વળતર મળશે..આ ૧૦૦ કરોડ છે..તમે ૧૦ ફિલ્મ કે ૩ ફિલ્મ કે ૧૦૦ ફિલ્મ બનાવી શકો છો. તમારે આટલી રકમ પાછી આપવાની છે.” ઉદાહરણ તરીકે, એક ચેનલ ગ્રાન્ટ છે, જે તમને ૨ કરોડ આપે છે.

તમારે એ પૈસા પાછા પણ આપવાના નથી. એ સોફ્ટ મની છે. એ વ્યક્તિ ક્યાં છે? એ વ્યક્તિ કેમ મળતો નથી?આ અંગે દીપા ગેહલોતે જવાબ આપ્યો હતો કે, “કોઈ વ્યક્તિ નથી પણ એક સંસ્થા છે, જેનું નામ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પાેરેશન છે.

તેની રચના જ આના માટે થઈ છે. મને ખબર નથી, એ કારણ હવે ક્યાં ખોવાઈ ગયું.”ત્યારે રીચા ચઢ્ઢાએ ખુલાસો કર્યાે કે, “એનએફડીસીના લોકો દલીલ કરશે કે તેઓ તો હજુ કામ કરે છે. તેમણે તાજેતરમાં જ ફિલ્મ બાઝારની ફિલ્મની જાહેરાત પણ કરી હતી.

એ લોકો કહેશે કે તેઓ તો કરી શકે એ બધું જ કરે છે. જોકે, આ તબક્કે હું એક વાતની જાણ કરવા માગું છું કે એનએફડીસીએ અમને ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ માટે એક ચોક્કસ રકમનું વચન આપ્યું હતું અને અમને એની અડધી જ રકમ મળી છે. જ્યારે મેં મારા કો-પ્રોડ્યુસર્સને કહ્યું, તો તેમણે મને કહ્યું, “સરકાર પાસેથી પૈસા કઢાવવા બહુ મુશ્કેલ છે. એ બધું જ પહેલાં જ લઈ લે છે.

આ બસ મારી થોડી અકળામણ છે.” રીચા ચઢ્ઢાની આ ફિલ્મમાં પ્રીતિ પાણીગ્રહી, કની કુસ્›તિ અને કેસવ બિનોય કિરણ પણ હતાં. આ ફિલ્મને ૨૦થી વધુ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવેશ મળ્યો હતો. આ ફિલ્મ ૧૮ ડિસેમ્બરથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.