Western Times News

Gujarati News

ફાળકેની બાયોપિક બનાવવાનો વિચાર રાજામૌલીએ પડતો મૂક્યો

મુંબઈ, આમિર ખાન અને રાજકુમાર હિરાણી દાદા સાહેબ ફાળકેના પરિવારની મંજુરીથી બનાવી રહ્યા હતા એ બાયોપિક પડતી મુકાઈ હોવાના અહેવાલો હતા. પછી એવા અહેવાલ આવ્યા કે આ ફિલ્મનું કામ શરૂ થઈ ગયું હોવાના અહેવાલો આવ્યા.

ત્યારે હવે એસએસ રાજામૌલી જુનિયર એનટીઆર અને પ્રભાસ સાથે મળીને દાદા સાહેબ બાળકે પર બાયોપિક ‘મેડ ઇન ઇન્ડિયા’ બનાવી રહ્યા છે, તેનું કામ અટકી ગયું હોવાના અહેવાલો છે. એવી ચર્ચા છે કે રાજામૌલીની ફિલ્મને ફિલ્મીસ્તાન ફિલ્મથી જાણીતા નિતિન કક્કડ ડિરેક્ટ કરી રહ્યા છે. હવે આ ફિલ્મ અનિશ્ચિત સમય માટે અટકી ગઈ છે.

તેનું કારણ આમિરની ફિલ્મ હોવાનું મનાય છે, પરંતુ તેની પાછળનું ખરું કારણ રાજામૌલીની ફિલ્મના બે મુખ્ય કલાકારો જુનિયર એનટીઆર અને પ્રભાસ છે. પહેલાં આ ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલ કરવાનો હોવાની વાત હતી, એક તરફ જુનિયર એનટીઆર ઘણો વ્યસ્ત છે, હાલ તે પ્રશાંત નીલની ફિલ્મનું શૂટ કરે છે. એવી ચર્ચા હતી કે હવે પ્રભાસ આ ફિલ્મ કરશે.

સુત્રએ જણાવ્યા અનુસાર, “તે ૨૦૨૫ના અંતથી લઇને ૨૦૨૬ સુધા વ્યસ્ત છે. પ્રભાસ સંદીપ રેડ્ડી વાંગાની સ્પિરિટનું કામ આ વર્ષના અંતે શરૂ કરશે અને પછી તે નાગ અશ્વિનની કલકી ૨૮૯૮ એડી-૨નું કામ શરૂ કરશે.”

આ સ્થિતિને કારણે હવે નિતિન કક્કડે બાયોપિકનું કામ પડતું મુકીને ‘આવારાપન ૨’ પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે, જેનું હાલ થાઇલેન્ડમાં ઇમરાન હાશ્મી સાથે શૂટિંગ ચાલે છે. સુત્રના જણાવ્યા અનુસાર, “કક્કડ નવરા બેસીને ફાળકેના વિÎનો દૂર થાય એની રાહ જોવા માગતા નથી.

તેથી તેઓ આવારાપન પર ધ્યાન આપે એ વાત વ્યાજબી છે.” ઇન્ડસ્ટ્રીમાં એવી પણ ચર્ચા છે કે જ્યારે યોગ્ય કલાકાર મળશે, ત્યારે જ હવે બાયોપિકનું કામ શરૂ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.