Jioએ IMC2025માં સેફ્ટીને પ્રાથમિકતા આપતો જિયોભારત ફોન રજૂ કર્યો

- બાળકો અને વડીલો માટે ભારતનું સૌપ્રથમ સ્માર્ટ, સલામત અને સતત કનેક્ટિવિટી ધરાવતું સોલ્યૂશન
નવી દિલ્હી, 08 ઓક્ટોબર 2025: ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025માં જિયોએ તેના જિયોભારત ફોન પર નવી ‘સેફ્ટી-ફર્સ્ટ’ સુવિધાનું અનાવરણ કર્યું હતું — આ એક એવી સફળતા છે જે દરેક ભારતીય પરિવારને કનેક્ટેડ, સુરક્ષિત અને ચિંતામુક્ત રાખવા માટે રચાયેલી છે. આ નવીનતા દ્વારા જિયો દેશના સૌથી ભરોસાપાત્ર અને સસ્તા ફોન પ્લેટફોર્મ પર સ્માર્ટ કનેક્ટિવિટી અને ડિજિટલ કેરની ક્ષમતા લાવી રહ્યું છે.
આ ‘સેફ્ટી-ફર્સ્ટ’ સોલ્યુશન સાથે પરિવારો હવે તેમના બાળકો, વૃદ્ધ માતા-પિતા અને આશ્રિતો — તેઓ ગમે ત્યાં હોય — એક સરળ, સુરક્ષિત અને સાતત્યપૂર્ણ અનુભવ દ્વારા તેમની નજીક રહી શકે છે. Reliance Jio rolls out new Safety-First features on JioBharat phones.
મુખ્ય વિશેષતાઓ
- લોકેશન મોનિટરિંગ– જ્યારે તમારા પ્રિયજન દૂર હોય ત્યારે તેમના ચોક્કસ સ્થાન વિશે સતત માહિતગાર રહો.
- યુઝેજ મેનેજર– વાલીઓની માનસિક શાંતિ — કોણ કોલ અથવા મેસેજ કરી શકે છે તે કંટ્રોલ કરો, અજાણ્યા નંબરો બ્લોક કરો અને બિનજરૂરી વિક્ષેપો ઉપર પ્રતિબંધ મૂકો.
- ફોન અને સર્વિસ હેલ્થ– બેટરી અને નેટવર્કની મજબૂતાઈ વિશે રિયલ-ટાઇમ માહિતી મેળવો, જેથી કનેક્ટિવિટી અવિરત રહે.
- હંમેશા ઉપલબ્ધ– 7 દિવસ સુધીના બેટરી બૅકઅપ સાથે જિયોભારત ખાતરી આપે છે કે તમારા પ્રિયજનો ગમે ત્યારે, ગમે ત્યાં કનેક્ટેડ રહે.
હેતુ – દરેક ભારતીય પરિવાર માટે ખાસ તૈયાર કરાયેલો ફોન
બાળકો માટે: સોશિયલ મીડિયાના વિક્ષેપો વિના જોડાયેલા રહો, સાથે સ્માર્ટ લોકેશન અને કોલ મેનેજમેન્ટની સુવિધા.
વૃદ્ધ માતા-પિતા માટે: સરળ, ઉપયોગમાં આસાન ફોન, પરિવારને ખાતરી રહે તે માટે હેલ્થ અને લોકેશન અપડેટ્સ આપે છે.
મહિલાઓ માટે: જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે સલામતી અને કનેક્ટિવિટી પૂરી પાડતો એક વિશ્વસનીય સાથી.
IMC25માં જિયોએ વાસ્તવિક જીવનના એવા દૃશ્યો રજૂ કર્યા જ્યાં ફોનની ઉપરોક્ત ક્ષમતાઓએ ભારતીય પરિવારોને આરામ, સલામતી અને સશક્તીકરણના ઉદાહરણ પૂરાં પાડ્યાં – જે ‘દરેક ભારતીય માટે ટેક્નોલોજી’ માટેના જિયોના મિશનને વધુ મજબૂત બનાવે છે.
રિલાયન્સ જિયોના પ્રેસિડેન્ટ શ્રી સુનીલ દત્તે જણાવ્યું કે: “જિયોમાં અમે માનીએ છીએ કે ટેક્નોલોજીનો એક ગહન હેતુ હોવો જોઈએ — દરેક ભારતીયને જોડવાનો, સુરક્ષિત કરવાનો અને સશક્ત બનાવવાનો. જિયોભારત સેફ્ટી-ફર્સ્ટ સોલ્યુશનની રચના એ જ ઉદ્દેશથી કરવામાં આવી છે.
તે માત્ર એક ફોન ફીચર કરતાં કરતાં અનેક ગણું વધારે છે — તે એક જીવન સક્ષમ બનાવતી નવીનતા છે, જે પરિવારોને સરળ અને પોસાય તે રીતે માનસિક શાંતિ, વિશ્વાસ અને સંભાળની સુવિધા પૂરી પાડે છે. આ સાથે જિયો લાખો લોકો માટે ટેક્નોલોજી કેવી રીતે રોજિંદા જીવનને વધુ સલામત અને સરળ બનાવી શકે છે તેને વધુ બહેતર બનાવવાનું ચાલુ રાખે છે.”