પાણી પુરવઠા મંત્રી અચાનક માતર તાલુકાના આ ગામે પહોંચ્યાઃ અધિકારીઓનો ક્લાસ લીધો

પ્રતિકાત્મક
માતરઃ નગરામાં – ફલોરાઇડ યુકત પાણી હોવાથી ટેન્કરથી પાણી પૂરું પાડવા માટે કડક સૂચના આપી-કામ જોવા માટે પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળિયા આકસ્મિક રીતે નગરામાં ખાતે પહોંચ્યા હતા.
પાણી પુરવઠા યોજનાની ધીમી કામગીરી ધ્યાન પર આવતાં મંત્રીએ અધિકારીનો ક્લાસ લીધો
(પ્રતિનિધિ) નડિયાદ, માતર તાલુકાના નગરામાં ગામે ચાલી રહેલી પાણી પુરવઠાની યોજનાની કામગીરીના નિરીક્ષણ માટે આકસ્મિક રીતે પાણી પુરવઠા મંત્રી એકાએક નગરામાં ખાતે આવી પહોંચ્યા હતા. જેથી અધિકારીઓ અને કોન્ટ્રાકટરોમાં ફફળાટ વ્યાપી ગયો હતો.
મંત્રીએ ચાલી રહેલી કામગીરી ખુબ જ ધીમી ગતીએ ચાલતી હોવાને કારણે સૌને ખખડાવ્યા હોવાનું જાણવા મળે છે. તેમજ નિયત સમયમાં કામગીરી પૂર્ણ થાય તે માટેની સૂચના આપી હતી. સાથે સાથે જે ગામોમાં ફલોરાઇડ યુકત પાણી આવે છે. તેવા ગામોમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે તેવી સૂચના આપી હતી.
માતર તાલુકાના નગરા ગામે ચાલી રહેલી જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરીને કારણે ખેડા માતર અને વસો તાલુકાના ગામડાઓને પીવાના પાણીની સુવિધા મળી રહેશે. સરકાર દ્વારા ૮૨.૪૧ કરોડના ખર્ચે આ યોજના અમલમાં મુકી છે. જેનું કામ જોવા માટે પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળિયા આકસ્મિક રીતે નગરામાં ખાતે પહોંચ્યા હતા.
તેમજ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ. કામગીરી ખુબ જ ધીમી ગતીએ ચાલી રહી હોવાને કારણે મંત્રીએ કોન્ટ્રાકટરો અને આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓનો પણ ઉઘળો લીધો હતો. તેમજ ધીમી કામગીરી બાબતે તેઓનો ખુલાસો પણ માંગ્યો હતો. કયા કારણોસર આ કામગીરી ધીમી ચાલી રહી છે. સાથે સાથે સરકાર દ્વારા જે સમય મર્યાદામાં યોજના પૂર્ણ કરવાની છે.
તે સમય મર્યાદામાં યોજના પૂર્ણ કરવા માટેની પણ તાકીદ કરી છે. આ યોજના બે તબકકામાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબકકામાં ૨૭ ગામઓ અને બીજા તબકકામાં ત્રેવીસ ગામોને તેનો લાભ મળશે. પરંતુ કામગીરી ખુબ જ ધીમી ગતીએ ચાલતી હોવાથી મંત્રીએ જાહેરમાં તેઓને ખખડાવ્યા હતા. સાથે સાથે કેટલાક ગામોમાં પાણી પીવાલાયક નથી.
તેમજ ફલોરાઇડ યુકત પાણી આપવામાં આવી રહ્યું છે. તેવી પણ ફરિયાદો છે. તેવા ગામોમાં ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે તેમજ જાહેર આરોગ્યને કોઇ પણ પ્રકારનું નુકશાન ના થાય તે જોવાની જવાબદારી સરકારની છે. આવા ગામોમાં ટેન્કર મારફતે પાણી અપાય તેમજ આ યોજના તેના નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવે તો, સરકારનો જે પાણી પહોંચાડવાનો સંકલ્પ છે. સાચા અર્થમાં ચરિતાર્થ થાય.