Western Times News

Gujarati News

જાનહાની ટળીઃ ટ્રેક પર પડેલા લોખંડના ટુકડા જોઈ જતાં લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી

પ્રતિકાત્મક

હિંમતનગરના આંબાવાડી નજીક મેમુ ટ્રેનને ઉથલાવવાનો હિન પ્રયાસ

(પ્રતિનિધિ)હિંમતનગર, અમદાવાદના અસારવાથી વાયા હિંમતનગર થઈ ચિત્તોડગઢ જતી ઈલેક્ટ્રીક મેમુ ટ્રેન ગુરૂવારે બપોરે હિંમતનગર રેલ્વે સ્ટેશન પરથી રવાના થયા બાદ ગમે તે કારણસર આંબાવાડી નજીક આવેલ રેલ્વે ટ્રેક પર આ મેમુ ટ્રેનને ઉથલાવવાના આશયથી ત્રણ અજાણ્યા શખ્સોએ ટ્રેક પર લોખંડના ટૂકડા મૂકયા હોવાનું લોકો પાયલોટની નજરે ચડતા તેણે તરત જ ઈમરજન્સી બ્રેક મારીને મોટી દુર્ઘટના થતી અટકાવી દીધી હતી.

ત્યારબાદ રેલ્વે પોલીસે ત્રણ અજાણ્યા રાખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે રેલ્વે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નિત્યક્રમ પ્રમાણે અમદાવાદના અસારવાથી સવારે ૧૦ઃ૧૫ કલાકે અસારવા-ચિત્તોડગઢ મેમુ ટ્રેન નિર્ધારિત રેલ્વે સ્ટેશન પર આવીને બપોરે ૧૨ વાગ્યાના સુમારે આ મેમુ ટ્રેન હિંમતનગર રેલ્વે સ્ટેશન પર આવી પહોંચી હતી.

ત્યારબાદ સમયપત્રક મુજબ આ મેમુ ટ્રેને ચિત્તોડગઢ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. પરંતુ મેમુ ટ્રેનનો લોકો પાયલોટ સ્પીડ વધારે તે અગાઉ હિંમતનગરના આંબાવાડી વિસ્તારમાંથી પસાર થતાં રેલ્વે ટ્રેક પર ટ્રેનને અડચક્કરૂપ થાય તે આશયથી અજાણ્યા શખ્સોએ લોખંડના ટૂકડા મૂક્યા હોય તેવું દેખાયું હતું.

ત્યારબાદ તરત જ લોકો પાયલોટે ટ્રેનને રોકી દેવા માટે ઈમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. ત્યારબાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મુસાફરોમાં કંઈક બન્યુ હશે તેમ સમજીને તેઓ ડબ્બામાંથી બહાર હેવા માંડ્‌યા હતા.

દરમ્યાન ટ્રેનના ફરજ પરના ગાર્ડએ તરત જ ઈમરજન્સી બ્રેક લગાવવાનું કારણ પુછ્યું હતુ. જેમાં લોકો પાયલોટે જણાવ્યું હતુ કે કોઈક અણ્યા શખ્સોએ ટ્રેનને ઉથલાવવાના આરાયથી ટ્રેક પર લોખંડના ટૂકડા મૂક્યા હોવાનું જણાતા તરત જ મુસાફરોની સલામતી માટે ટ્રેનને રોકી દેવામાં આવી હતી.

આ ઘટનાને લઈને લોકો પાયલોટે તરત જ વાંટડા સ્ટેશન માસ્તરને જાણ કરી દીધી હતી. તે પછી તરત જ વાંટડા સ્ટેશન માસ્તરે સમગ્ર ઘટના અંગે અજમેર ડિવીઝનમાં અધિકારીઓને હકિકતથી વાકેફ કરી દીધા હતા. તો બીજી તરફ સમગ્ર ઘટના અંગે રેલ્વે પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.