સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા કયા કારણસર કરાઈ?

આ ઘટનાથી સિવિલ હોસ્પિટલની સુરક્ષા ને લઈને પણ સવાલો ઉભા થયા હતા કારણ કે જ્યાં અનેક ગાર્ડ ખડકી દેવામાં આવે છે
અમદાવાદ, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કે જ્યાં અન્ય રાજ્યોમાંથી અનેક દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે જેના કારણે રાત દિવસ સિવિલ હોસ્પિટલ ધમધમતી રહે છે ત્યારે બુધવારે રાત્રે કેટલાક યુવકોએ પોતાના જ મિત્રની પાર્કિંગમાં ઘાતકી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટનાથી સિવિલ હોસ્પિટલની સુરક્ષા ને લઈને પણ સવાલો ઉભા થયા હતા કારણ કે જ્યાં અનેક સિક્્યુરિટી ગાર્ડ ખડકી દેવામાં આવે છે અને તે જ પાર્કિંગમાં સિક્્યુરિટી ગાર્ડની હાજરી હોય ત્યાં જ આવી ઘાતકી હત્યા થતા સિવિલ હોસ્પિટલ ફરી ચર્ચાનો વિષય બની છે.
અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં સુરેશ ભોઈ નામના યુવક સાથે તેના મિત્રો અવારનવાર સાથે આવતો હોય છે અને મોડી રાત સુધી હરતા ફરતા હોય છે પરંતુ નજીવી બાબતમાં હત્યાને અંજામ આપશે તે બાબત કોઈને ખ્યાલ ન હતી અને તેની ચાલીમાં આવવા જવા બાબતે માથાકૂટ થતા ત્રણ મિત્રોએ જ ભેગા મળીને સુરેશની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં હત્યા કરી નાખી હતી.
સુરેશ જોડે ફરતા તેના મિત્રો પહેલેથી જ જોડે અવારનવાર ફરતા હતા તેવું તેના પરિવારજનો કહેવું છે અને પરિવારજનો હવે યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યું છે.જોકે પોતાના વિસ્તારની ચાલીમાં ન આવવા માટે અનેક વખત સુરેશને મિત્રોએ ટકોર કરી હતી તેમ છતાં પણ તે ત્યાં જતો હતો જેના કારણે માથાકૂટ થઈ હતી અને તે બાદ તેને હોસ્પિટલના પાર્કિંગની બહાર જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ત્યારે સુરેશ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તે મૃત્યુ પામ્યો હતો.
જોકે સમગ્ર બાબતમાં શાહીબાગ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી જેમાં તેના મિત્ર આરોપી ભાવેશ, મેહુલ અને કરણ નામના ત્રણ શખસોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક રીતે કથળી હોવાના અહેવાલો સામે આવ્યા છે. શહેરમાં એક જ રાતમાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓ બનતાં ભારે સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાઓએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પ્રથમ ઘટનામાં, શહેરની સૌથી મોટી અને અતિસંવેદનશીલ જગ્યા ગણાતી અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને લોકોમાં પોલીસની નિÂષ્ક્રયતા સામે રોષ જોવા મળી રહ્યો છે. જો કે પોલીસ દ્વારા હવે ગુનાખોરી ડામવા શું પગલાં લેવાય છે તે જોવાનું જ રહ્યું.