જામનગરમાં જીએસટીના દરોડામાં ૪૦૦ કરોડના બોગસ વ્યવહારોનો પર્દાફાશ

જામનગર, જામનગરમાં જીએસટી વિભાગ દ્વારા છ દિવસ સુધી હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં ¹ ૭૦ કરોડથી વધુના ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીમાં કુલ ૨૧ પેઢીઓમાં ¹ ૪૦૦ કરોડના બોગસ આર્થિક વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે.
આ કૌભાંડના કેન્દ્રસ્થાને રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી બ્રહ્મ એન્ડ એસોસિએટ નામની સીએ ફર્મને કેન્દ્રમાં રાખીને અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર ડિવિઝનની કુલ ૨૧ ટીમોએ એકસાથે દરોડા પાડ્યા હતા.
સીએ અલ્કેશ પેઢડિયાની ફર્મ, તેની અન્ય બે ફર્મ (ઇન કોર્પાેરેશન અને ઇલ્યોર) અને તેના રહેઠાણ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, જીએસટી વિભાગ કાર્યવાહી શરૂ કરે એ પહેલાં જ અલ્કેશ પેઢડિયા ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.
મિતરાજ એન્ટરપ્રાઇઝ, ઓમ એન્ટરપ્રાઇઝ, શ્›તિ એન્ટરપ્રાઇઝ, એસ એન્ડ જેપી, ધરતી એન્ટરપ્રાઇઝ, યુક્તિ એન્ટરપ્રાઇઝ, આફરીન એન્ટરપ્રાઇઝ, એડી કોર્પાેરેશન, એસ એન્ડ જી ઇન્ળા અને ટેન્કિકા મેટલ ક્રાફ્ટ સહિતની પેઢીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું કે પેઢીધારકોની જાણ બહાર જ સીએ અલ્કેશે અન્ય પેઢીઓ સાથે મોટા આર્થિક વ્યવહારો થયા અંગેના જીએસટી ઇન્કમટેક્સ ફાઇલ કરી દીધા હતા અને સામેની પેઢીને કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અપાવી દીધી હતી.
ફરિયાદ મુજબ, અલ્કેશ પેઢડિયાએ તેમની પેઢીના જીએસટી રિટર્નમાં વેચાણના ગ્રાહકોના બિલને બદલે અન્ય જીએસટી ધારક વેપારીઓનાં મોટી રકમના ખોટાં બિલો દર્શાવીને ૨,૯૩,૮૩,૩૩૨ની વેરા શાખ જાણ બહાર અન્ય વેપારીઓને આપી ગુનાહિત વિશ્વાસઘાત કર્યાે છે.SS1MS