સુરતમાં પતિએ પત્નીની નજર સામે સાળી અને સાળાને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યાં

સુરત, સુરતમાં પતિએ પત્નીની નજર સામે સાળી અને સાળાની ક્‰રતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ઉધનાના જલારામ નગર-૨ વિસ્તારમાં ૩૨ વર્ષીય જીજા સંદીપ ઘનશ્યામ ગૌડનો પોતાની સાળી પ્રત્યેનો ગાંડપણભર્યાે અને એકતરફી પ્રેમ એટલી હદે પહોંચ્યો હતો કે, તેણે ડબલ મર્ડર જેવો જઘન્ય ગુનો આચર્યાે હતો.
હત્યા બાદ ફરાર હત્યારા જીજાને ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડયો હતો. હત્યા પહેલાં હત્યારા જીજાના શબ્દો હતા કે ‘જો મમતા મારી નહીં થાય તો બીજા કોઇની નહીં થવા દઉં અને તેને મારી નાખીશ!’ડીસીપી કાનન દેસાઈનું કહેવું હતું કે, અત્યારે સંદીપ ગૌડ અને તેની પત્નીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપીનો સાળી સાથે પ્રેમ સંબંધ હતો. પત્નીને છૂટાછેડાની ધમકી આપતો હતો.
વર્ષ ૨૦૨૧માં આરોપી સંદીપ ગૌડના સુરતના ઘરે તેની સાળી મમતા નોકરીની શોધમાં આવી હતી. સંદીપે તેને પોતાની સાથે પાંડેસરા સ્થિત વેદાંત સ્ટુડિયોમાં કામે લગાવી હતી. ધીમે ધીમે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ બન્યા હતા. જોકે, સંદીપની પત્ની વર્ષાને આ સંબંધની જાણ થતાં તેણે વિરોધ કર્યાે હતો.
પરંતુ પતિ સંદીપે આ સંબંધ અટકાવવાને બદલે વર્ષાને છૂટાછેડા આપી દેવાની ધમકી આપી હતી જેના કારણે વર્ષા મજબૂરીમાં પતિ અને બહેન સાથે રહેવા લાગી હતી.
બંને વચ્ચેના આ અનૈતિક પ્રેમસંબંધની જાણ મમતાની માતાને થતાં તેમણે તાત્કાલિક તેને વતન બોલાવી લીધી હતી. દરમિયાન, મમતાના લગ્ન પણ નક્કી થયા હતા અને ડિસેમ્બર ૨૦૨૪માં તેણે સંદીપનો નંબર બ્લોક કરીને તેની સાથે તમામ વાતચીત બંધ કરી દીધી હતી.
જોકે, સંદીપ અવારનવાર તેની પત્ની વર્ષા પાસે મમતા સાથે લગ્ન કરવાની જીદ કરતો હતો. હત્યાના દિવસે મમતા તેના ભાઈ નિશ્ચય (જેના લગ્ન થવાના હતા) અને માતા સાથે લગ્નની ખરીદી માટે સુરત આવી હતી.બુધવારે રાત્રે પોણા દસ વાગ્યાના સુમારે સંદીપ ગૌડ, પત્ની વર્ષા, સાળો નિશ્ચય, સાળી મમતા અને સાસુ રૂમમાં બેઠા હતા.
આ સમયે સંદીપે ફરીથી મમતા અને તેના પરિવારજનો સામે વર્ષા સાથે છૂટાછેડા લઈને મમતા સાથે લગ્ન કરવાની જીદ કરી હતી. નિશ્ચયે આ વાતનો વિરોધ કરતા સંદીપ ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે, ‘જો મમતા મારી નહીં થાય તો બીજા કોઇની નહીં થવા દઉં અને તેને મારી નાખીશ!’ આ ધમકી સાથે જ તેણે પહેલેથી જ પોતાની પાસે રાખેલા ચપ્પુ વડે મમતા પર હુમલો કર્યાે હતો.
મમતાએ સંદીપને રોકતાં કહ્યું કે, ‘હું મારી બહેન સાથે દગો નહીં કરી શકું, મારી બેનનું શું થશે?’ આ વાત સાંભળીને ગુસ્સાથી ભરાયેલા સંદીપે મમતા પર આડેધડ ચપ્પુના ઘા મારવાનું શરૂ કર્યું. તેણે કુલ ૧૩ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ દૃશ્ય જોઇને વચ્ચે પડેલા ભાઈ નિશ્ચય અને માતાને પણ સંદીપે ચપ્પુના ગંભીર ઘા માર્યા હતા.ડીસીપી કાનન દેસાઈએ ઉમેર્યું હતું કે, પોલીસ ટીમ જ્યારે જલારામ નગર-૨ સ્થિત ઘરે પહોંચી, ત્યારે ઘર લોહીલુહાણ હાલતમાં હતું. સાળો, સાળી અને તેની માતા ગંભીર હાલતમાં મળ્યા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ મમતા અને નિશ્ચયનું મોત નીપજ્યું હતું.SS1MS