કાર્તિક અને શ્રીલીલાની ફિલ્મ આશિકીની યાદો તાજી કરાવશે

મુંબઈ, જ્યારથી અનુરાગ બાસુએ કાર્તિક આર્યન અને શ્રીલીલા સાથે ફિલ્મની જાહેરાત કરી ત્યારથી આ ફિલ્મ અંગે કોઈ પણ અપટેડની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, પરંતુ હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર થયું નહોતું, તેના કારણે દર્શકોની ઉત્સુકતા વધી રહી છે.
શરુઆતમાં એવી અફવા હતી કે આ ફિલ્મનું નામ ‘આશિકી ૩’ આપવામાં આવશે. પરંતુ અનુરાગ બાસુએ એક ઇન્ટરવ્યુમાં આ અંગે સ્પષ્ટતા કરી દીધી હતી, કે આ ફિલ્મ આષિકી ળેન્ચાઇઝીનો ભાગ નથી. હવે તાજેતરના અહેવાલો અનુસાર આ ફિલ્મનું નામ ‘તું મેરી ઝિંદગી હે’ આપવામાં આવ્યું છે. હવે આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કાર્તિક આર્યન અને શ્રીલીલાની આ ફિલ્મ મે ૨૦૨૬માં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નામ બલે આશિકી ન હોય પરંતુ ફિલ્મ આશિકીની યાદો જરૂર તાજી કરશે.
સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “ટીમ એવું નામ રાખવા માગતી હતી, જે જુની યાદો તાજી કરી દે. પરંતુ તેઓ કોઈ વિવાદ કે કાનુની જટિલતાઓમાં પડવા માગતા નહોતા. તેથી તું મેરી ઝિંદગી હે યોગ્ય નામ લાગ્યું.”
સોશિયલ મીડિયા પર આ ફિલ્મના શૂટ પરથી કેટલાક વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, તેના પરથી આ એક બિલકુલ લાગણીશીલ લવસ્ટોરી લાગી રહી છે, જેમાં સંગીતની ભૂમિકા ઘણી મહત્વની હશે. સિક્કિમ અને દાર્જિલિંગમાં શૂટ પૂરું કર્યા પછી હાલ ટીમ મુંબઇમાં કામ કરી રહી છે.
૨૦૨૫ના અંત સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે. ૨૦૨૬ની શરૂઆતમાં ફાઇનલ એડિટ કરવામાં આવશે. હજુ રિલીઝને છ મહિના જેટલો સમય છે, તો ટીમ પાસે વધારાના ગીતો પર કામ કરવાનો સમય છે.
અગાઉ આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવાની ચર્ચા હતી પરંતુ આલિયા અને શર્વરીની આલ્ફા ક્રિસમસ પર રિલીઝ થવાની હોવાથી તેઓ આ ક્લેશમાંથી નીકળી ગયા અને પોતાની ફિલ્મ પોસ્ટપોન કરી દીધી છે. હવે આ ફિલ્મ રિલીઝની તારીખ અંગે ઓફિશીયલ જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે.SS1MS