Western Times News

Gujarati News

રાજામૌલીની ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને મહેશબાબુ ડાન્સ નંબર કરતા દેખાશે

મુંબઈ, ફિલ્મ મેકર એસ.એસ.રાજામૌલી લાંબા સમયથી પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ સાથે મળીને એક જંગલ એડવેન્ચર ફિલ્મ બનાવી રહ્યા છે, તેઓ આ ફિલ્મ માટે કેન્યા સહિત આળિકાના દેશો અને ઓરિસ્સામાં શૂટ કરૂ ચૂક્યા છે.

હવે તેઓ આ ફિલ્મ માટે એક ખાસ ગીત પણ બનાવી રહ્યા છે. સુત્રો દ્વારા એવી માહિતી મળી છે કે ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપરા સાથે તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ એક સાથે એક ડાન્સ નંબરમાં જોવા મળશે.

રાજામૌલી, પ્રિયંકા અને મહેશ બાબુ વચ્ચે આ ગીત માટે ચર્ચાઓ ચાલી રહી છે. ફિલ્મની ટીમ તો આ ગીત અંગે ઘણી ઉત્સુક છે, પરંતુ ફિલ્મના અંદરના સુત્રો જણાવે છે કે હજુ આ નિર્ણય પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલા એક સુત્રના જણાવ્યા અનુસાર, ‘આ બાબત ક્રિએટિવ ડિસીઝન પર આધાર રાખે છે.’

સુત્રએ આગળ જણાવ્યું, “રાજામૌલી ઇચ્છે છે કે ફિલ્મની દરેક બાબત ફિલ્મની સ્ટોરીમાં નિખાર લાવે એવી હોવી જોઈએ. પ્રિયંકા અને મહેશબાબુ સાથે વધુ શું થઈ શકે તે અંગે હજુ તેઓ વિચારી રહ્યા છે.

તેથી જો ફિલ્મ સાથે બિલકુલ બંધ બેસતું ગીત થાય તો જ તેના પર કામ કરવામાં આવશે.”રાજામૌલી અને તેમની ટીં લોકનૃત્ય, લોક સંગીત સાથે ફિલ્મની વાર્તા સાથે બંધ બેસે એવું અને છતાં ગ્લોબલ અપીલ કરી શકે એવું ગીત બનાવવા પર વિચાર કરી રહ્યા છે.

જો તે સફળતાપૂર્વક બની શક્યું તો , તો એ પ્રિયંકા અને મહેશબાબુ સાથેનું આ પહેલું ઓનસ્ક્રીન ગીત હશે.સુત્રએ આગળ એમ પણ જણાવ્યું કે, “હજુ સુધી કઇ જ નક્કી થયું નથી.

રાજામૌલી એક વાતે દૃઢ હોય છે કે, તમની ફિલ્મમાં કોઈ ગીત માત્ર મુકવા ખાતર કે જોવા ખાતર નથી મુકાતુ, તે સ્ટોરીને આગળ વધારતું હોવું જોઈએ. તેના વિચાર પર કામ થઈ રહ્યું છે, જો તે ફિલ્મની સર્જનાત્મકતા સાથે બંધ બેસી શકે, તો આપણને પ્રિયંકા અને મહેશબાબુ એક અલગ સ્ટાઇલમાં જોવા મળશે.

જો આ ગીતને લીલી ઝંડી મળી તો, તે મોટા બજેટ સાથે બનાવવામાં આવશે. તેમાં સંસ્કૃતિ અને પાત્રોને ફિલ્મની ગતિ તોડ્યા વિના ઉજવવાનો ઇરાદો છે.” આ ફિલ્મમાં ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર એમ.એમ. કિરવાણી અને કોરિયોગ્રાફર રાજુ સુંદરમ પણ ચર્ચા વિચારણા કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.