આયુષ્યમાનને સૂરજ બરજાત્યા અને ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ મળી

મુંબઈ, આયુષ્યમાન રાજશ્રી પ્રોડક્શન્સનો નવો પ્રેમ બનશે, એ અંગે અહેવાલો ઘણા સમયથી આવતા હતા. ત્યારે મુંબઇ ખાતે યોજાયેલા ફિક્કી ળેમ્સના એક કાર્યક્રમમાં આયુષ્યમાન ખુરાના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યો હતો.
જ્યાં તેણે એક ચર્ચામાં પોતાની આવનારી ફિલ્મો વિશે વાત કરી હતી. તેને આ ચર્ચામાં હાઇબ્રિડ ફિલ્મ્સ વિશે એક પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં તેણે કહ્યું, જે ફિલ્મ મુખ્ય પ્રવાહની હોય, સાથે જ રૂઢિઓ સામે પ્રશ્ન ઉઠાવે, તેને પડકારે એ હાઇબ્રિડ ફિલ્મ કહીશ.
આયુષ્યમાને કહ્યું, “મેં તો પહેલા દિવસથી જ હાઇબ્રિડ ફિલ્મ જ કરી છે. પછી તે વિકી ડોનર હોય, દમ લગા કે હૈશા હોય કે પછી શુભ મંગલની સિરીઝ. આ ફિલ્મમાં જોખમનું પ્રમાણ મારી દૃષ્ટિએ ઘણું ઓછું છે. કારણ કે, આ બધી ફિલ્મ બહુ મોંઘી પણ નથી.
એ બધી ઓછા બજેટની, મધ્યમ બજેટની કે પછી વધુ મોટા કન્ટેન્ટ સાથે બની હોય છે. તો એટલું જોખમ તો લઈ જ શકીએ. સાથે જ હું તો શેરીનાટકોની દુનિયામાંથી આવું છું, તેથી મને આ કામમાં મજા આવે છે, ચંદીગઢમાં શેરી નાટકો કરતા ત્યારે અમે મનોરંજન અને સામાજિક મુદ્દાઓને સાથે લાવતા હતા.
તો મને આ મારા થિએટરના કામનું જ એક વિસ્તરેલું સ્વરુપ લાગે છે.”આગળ આયુષ્યમાને કહ્યું, “સંદેશ કરતાં મનોરંજન હંમેશા વધારે પ્રમાણમાં હોવું જોઈએ, ઓડિયન્સ બાળક જેવું હોય છે.
એમને દવાની ગળી ગોળી આપવી પડે છે. દવા કડવી લાગે તો મજા નહીં આવે. મનોરંજન સાથે સહજ સંદેશ મહત્વનો છે.”પેન્ડેમિક પહેલા અને પછીના સિનેમા વચ્ચેના ફરક અંગે આયુષ્યમાને કહ્યું, “આપણે લગભગ અડધા દાયકાથી આ મુદ્દે વાતો કરી રહ્યા છીએ.
મને લાગે છે કે સારી સ્ક્રિપ્ટ એ સારી સ્ક્રીપ્ટ જ હોય છે. ત્યારે જ મારી પસંદગીઓ પેન્ડેમિક પછી થોડી હળવી થઈ છે, પહેલાં એ ટેબુ જેવી હતી. હું અલગ ફિલ્મ તો કરું જ છું પણ માત્ર ટેબુ આધારીત નહીં. તે વધુ લોકોને આકર્ષતી, વધુ લોકોને સ્પર્શતી અને વધુ કમર્શિયલ હોવી જોઈએ.”
આગળ આયુષ્યમાને કહ્યું, “દિવાળી પર મારી થમ્મા રિલીઝ થઈ રહી છે. તેના પછી હું સૂરજ બરજાત્યા સાથે ફિલ્મ કરીશ, એ પણ વિશાળ ઓડિયન્સ માટેની ફિલ્મ છે. તેના પછી હું એત ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ કરીશ, એ પણ વિશાળ ઓડિયન્સ માટેની ફિલ્મ હશે. પણ હું વચ્ચે વચ્ચે પંગા પણ લેતો રહું છું. હું વિચિત્ર ફિલ્મ કરતો રહીશે, એમાં મારો રસ છે.”SS1MS