એર ઈન્ડિયાએ સ્ટારલક્સ એરલાઇન્સ સાથે ઇન્ટરલાઇન પાર્ટનરશિપ કરી

સ્ટારલક્સ એરલાઇનના નેટવર્ક દ્વારા તાઇપેઇની સુગમ એક્સેસ
ગુરુગ્રામ, ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઇન એર ઈન્ડિયાએ તાઇવાન આધારિત સ્ટારલક્સ એરલાઇન્સ સાથે નવી ઇન્ટરલાઇન પાર્ટનરશિપની આજે જાહેરાત કરી હતી અને સમગ્ર એશિયામાં ગ્રાહકો માટેના પ્રવાસના વિકલ્પો વધાર્યા છે.
બે કેરિયર વચ્ચેના આ ઇન્ટરલાઇન કરારથી સિંગલ ટિકિટ કાર્યક્રમને સક્ષમ બનાવે છે જે એર ઈન્ડિયા અને સ્ટારલક્સ ફ્લાઇટ્સને જોડે છે જે સરળ યાત્રા, કોઓર્ડિનેટેડ બેગેજ હેન્ડલિંગ અને બંને એરલાઇન્સના ગ્રાહકો માટે સરળ મુસાફરી પૂરી પાડે છે.
આ ભાગીદારી થકી એર ઈન્ડિયાના ગ્રાહકો એર ઈન્ડિયાના સાઉથઇસ્ટ એશિયા ગેટવે જેમ કે હોંગકોંગ, બેંગકોક, સિંગાપોર, હો ચી મિન્હ સિટી અને કુઆલા લુમ્પુર દ્વારા તાઇપેઇની એક્સેસ મેળવશે. AIR INDIA ENTERS INTERLINE PARTNERSHIP WITH STARLUX AIRLINES.
તેનાથી વિપરીત, સ્ટારલક્સ ગ્રાહકો હોંગકોંગ, બેંગકોક, સિંગાપોર, હો ચી મિન્હ સિટી અને કુઆલા લુમ્પુરમાં શેર કરેલા ગેટવે દ્વારા દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગાલુરુ સાથે સરળ કનેક્શનનો આનંદ માણી શકશે.
એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે અમારા ગ્રાહકો માટે તાઇવાનમાં મુસાફરીના વિકલ્પો વધારવા માટે અમે લક્ઝરી ફુલ-સર્વિસ કેરિયર સ્ટારલક્સ એરલાઇન્સ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. આ ઇન્ટરલાઇન કરાર અમારા મહેમાનોને પ્રીમિયમ અનુભવો પૂરા પાડવાની એર ઈન્ડિયાની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, જ્યારે સ્ટારલક્સ એરલાઇન્સના ગ્રાહકોને અમારા મજબૂત નેટવર્ક દ્વારા ભારતના વિવિધ શહેરોમાં સંપૂર્ણ સેવાના આરામનો અનુભવ કરવા માટે આમંત્રિત કરે છે.
લક્ઝરી ફક્ત ઉચ્ચ વર્ગના લોકો માટે જ નહીં, પરંતુ દરેક માટે ઉપલબ્ધ હોવી જોઈએ તેવી ફિલોસોફી પર સ્થાપિત, તાઇવાન સ્થિત સ્ટારલક્સ એરલાઇન્સ એક બુટિક ઇન્ટરનેશનલ એરલાઇન છે જે તાઇવાનથી યુએસ, જાપાન, મકાઉ, હોંગકોંગ, વિયેતનામ, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને સિંગાપોર સુધીના 30થી વધુ રૂટ પર સેવાઓ આપે છે. સ્ટારલક્સ સલામતીને પ્રાથમિકતા આપે છે અને ઉડાનને ખરેખર વૈભવી અને અવિસ્મરણીય અનુભવ બનાવવાના ધ્યેય સાથે અજોડ સેવા પ્રદાન કરે છે.
બુકિંગ વિશ્વભરના ટ્રાવેલ એજન્ટો દ્વારા ખુલ્લું છે અને ધીમે ધીમે એર ઈન્ડિયાની વેબસાઇટ (www.airindia.com) અને મોબાઇલ એપ્લિકેશન પર ખોલવામાં આવશે.