પાકિસ્તાને મધરાતે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં કરી એરસ્ટ્રાઈક

File
અફઘાન વિદેશ મંત્રી ભારતમાં, પાકિસ્તાને મધરાતે કરી એરસ્ટ્રાઈક
કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે રાતે એક બાદ એક થયેલા ધડાકાઓએ સમગ્ર શહેરને હચમચાવી દીધુ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ધડાકા કાબુલના ડિસ્ટ્રિક્ટ ૮ અને અબ્દુલહક ચોક પાસે સંભળાયા.
જ્યાં સરકારી કાર્યાલયો અને રહેણાંક વિસ્તારો છે. પ્રાથમિક અહેવાલો મુજબ તેને પાકિસ્તાન તરપથી કરાયેલી એરસ્ટ્રાઈક ગણાવવામાં આવી રહી છે પરંતુ કોઈએ પણ જવાબદારી લીધી નથી. અત્રે જણાવવાનું કે આ ઘટના એવા સમયે ઘટી છે
જ્યારે અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકી ભારતના ઐતિહાસિક પ્રવાસે છે. તાલિબાને શાસન સંભાળ્યા બાદ ૨૦૨૧થી આ પહેલો પ્રવાસ છે જે બંને દેશો વચ્ચે આર્થિક અને કૂટનીતિક સંબંધોને મજબૂત કરવાનો સંકેત આપે છે. હવે કાબુલમાં થયેલા ધડાકાથી તણાવ વધી શકે છે.
રાતે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ કાબુલના પૂર્વ ભાગમાં જોરદાર ધડાકા થયા. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે આકાશમાં વિમાનનો અવાજ સંભળાયો અને ધડાકા બાદ ફાયરિંગ થયું.
અમુ ટીવી અને અન્ય અફઘાન મીડિયા સ્ત્રોત મુજબ આ હુમલો એક વિશેષ કમ્પાઉન્ડને નિશાન બનાવવા માટે કરાયા હતા જ્યાં કથિત રીતે ટીટીપીના નેતા નૂર વલી મહેસૂદના છૂપાયેલા હોવાનો શક હતો.
મહેસૂદ પાકિસ્તાની નાગરિક હતો અને તેના પર પાકિસ્તાનમાં અનેક હુમલાઓનો આરોપ છે. એક દિવસ પહેલા પાકિસ્તાનની સંસદને સંબોધિત કરતા રક્ષામંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાનને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, બસ હવે બહું થઈ ગયું. અમારું ધૈર્ય જવાબ આપી ચૂક્્યું છે.
અફઘાનિસ્તાનની ધરતીથી આતંકવાદ અસહનીય છે. ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે તેમણે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ત્રણ વર્ષ પહેલા કાબુલનો પ્રવાસ કર્યો હતો અને શહેરથી સક્રિય આતંકવાદઓને પોતાના ઠેકાણા બંધ કરવાની ચેતવણી આપી હતી પરંતુ તેમને કોઈ નક્કર ગેરંટી મળી નહીં.