કરમસદથી કેવડિયા સુધી એકતા યાત્રા: દરરોજ ૧૦ કિમી ચાલવાનું આયોજન

સરદાર પટેલની જયંતિ પર કરમસદથી કેવડિયા સુધી એકતા યાત્રા યોજાશે -હર્ષ સંધવી સહિતના નેતાઓ અને સામાજિક સંસ્થાઓ તથા એનજીઓના પ્રતિનિધિઓ કેવડિયા સુધી ચાલીને આવશે
ગાંધીનગર, ગુજરાતમાં ૨જી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી બાદ હવે આગામી ૩૧ ઓક્ટોબરે ભારતના લોહપુરુષ તરીકે વિખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ આવનાર છે, ત્યારે સરદારની આ જન્મજયંતિને ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
આ અંતર્ગત “સરદાર જ્ર૧૫૦ યુનિટી માર્ચ”નું આયોજન કરાયું છે, જેનો હેતુ સરદાર પટેલના વિચારો, નેતૃત્વ અને એકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો છે.
સરકારના આયોજન મુજબ, ૧થી ૧૦ નવેમ્બર દરમિયાન યોજાનારી આ સરદાર @૧૫૦ યુનિટી માર્ચ બે સ્તરે યોજાશે.
Gujarat State Home Minister Harsh Sanghavi says, “On the occasion of Sardar Vallabhbhai Patel’s 150th birth anniversary, the Sardar@150 UNITY March is going to be organized across the state…”
જિલ્લા સ્તરે ત્રણ દિવસીય યાત્રા અને કેન્દ્રીય કક્ષાએ કરમસદથી કેવડિયા સુધીની ૧૫૦ કિમી લાંબી “યુનિટી માર્ચ.” જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, તેમજ અનેક સામાજિક સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓ આ વિશાળ અભિયાનમાં જોડાશે.
આ અંગે માહિતી આપતા સ્ન્છ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, “સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ માત્ર વિધિવત ઉજવણી નહીં પરંતુ એક પ્રેરણાત્મક અભિયાન તરીકે મનાવવામાં આવશે. લોકો સરદારના વિચારોને સમજી શકે, રાષ્ટ્રપ્રેમની ભાવના જાગી શકે અને ‘હું સરદાર છું’ એવો ભાવ દરેકમાં ઉત્પન્ન થાય, તે માટે આ અભિયાન મહત્વપૂર્ણ છે.”
વધુમાં વાઘાણીએ ઉમેર્યું કે, આ યાત્રા ૧થી ૧૦ નવેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાશે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે ૨૬ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી યાત્રા આયોજન હેઠળ છે. દરેક જિલ્લામાં અલગ થીમ રાખવામાં આવી છે, જે સરદાર પટેલના જીવન, સિદ્ધાંતો અને રાષ્ટ્રની એકતા પ્રત્યેના તેમના યોગદાનને પ્રતિબિંબિત કરશે.
આ અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “આ એકતાનું કામ છે, જોડવાનું કામ છે. સરદાર સાહેબે રજવાડાઓને એક કર્યા, આજે તેમની એકતાની ભાવના ફરી જીવંત કરવાની જરૂર છે.” તેમણે જણાવ્યું કે, દરેક જિલ્લામાં સાંસદ સભ્યો અને સ્થાનિક નેતાઓ યાત્રાનું નેતૃત્વ કરશે અને નાના જિલ્લાઓમાં એક દિવસ તેમજ મોટા જિલ્લાઓમાં ત્રણ દિવસ સુધી યાત્રા રહેશે.
આ યાત્રા દરમિયાન દિવસે આશરે ૧૦ કિમી ચાલવાનું આયોજન છે, જેમાં ૧૯૧ વોલિયન્ટિયરો ભાગ લેશે. યાત્રા સાથે સરદાર પટેલના જીવન અને વિચારધારાને સમર્પિત રીલ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજાશે. વિદ્યાર્થીઓ, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોને આ અભિયાનમાં જોડાવાનું આમંત્રણ અપાયું છે.
યાત્રાના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના ગવર્નર, તેમજ વિવિધ કલાકારો અને રાષ્ટ્રીય અતિથિઓની હાજરીમાં સમારોહ યોજાશે. સરકાર દ્વારા માઇક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે જેથી દરેક જિલ્લામાં કાર્યક્રમ સુચારૂ રીતે યોજાઈ શકે.