દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં ૭.૮ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

નવી દિલ્હી, દક્ષિણ અમેરિકાના દક્ષિણી છેડા અને એન્ટાર્કટિકા વચ્ચેના જળ વિસ્તાર ડ્રેક પેસેજ માં શુક્રવારે (સ્થાનિક સમય મુજબ) રિક્ટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના પગલે, કટોકટી અધિકારીઓએ તાત્કાલિક સુનામીની ચેતવણી જારી કરી હતી.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ ૧૦ કિલોમીટરની છીછરી ઊંડાઈએ હતું. તેની તીવ્રતા ૭.૮ મેગ્નિટ્યુડ નોંધાઇ હતી. આ ભૂકંપ દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકાની વચ્ચે ડ્રેક પેસેજમાં નોંધાયો હતો. શુક્રવારે સાંજે લગભગ ૫ઃ૩૦ વાગ્યા પહેલા (સ્થાનિક સમય મુજબ) ના સમયે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ચિલીની શોહા મરીન ઓથોરિટી અને પેસિફિક સુનામી વો‹નગ સેન્ટરે શરૂઆતમાં દેશના એન્ટાર્કટિક પ્રદેશ માટે સાવચેતીના ભાગરૂપે સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું અને સત્તાવાળાઓએ લોકોને દરિયાકિનારા ખાલી કરવા જણાવ્યું હતું. જોકે, લગભગ એક કલાક પછી, બંને સંસ્થાઓએ સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી હતી.
ડ્રેક પેસેજના ઊંડા પાણી અને જોરદાર પવનોવાળા દરિયાને કારણે સુનામીના મોજા જમીન પર અથડાય તે પહેલાં તીવ્ર બને તેવી શક્યતા ઓછી હતી.SS1MS