Western Times News

Gujarati News

અમેરિકન સૈન્યના વિસ્ફોટક પ્લાન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ

વાશિગ્ટન, અમેરિકાના ટેનેસીના ગ્રામીણ વિસ્તારમાં સૈન્યના વિસ્ફોટક પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટની ઘટના બની હતી. જેના કારણે એક આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ૧૯ લોકો ગુમ થઈ ગયા છે.

આ તમામ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળની હાલત ભયાનક દેખાઈ રહી છે કેમ કે ત્યાં તૂટેલી-ફૂટેલી ધાતુનો ઢગલો અને સળગી ગયેલી કારોના કાટમાળ વિખેરાઈ ગયા હતા. આ પ્લાન્ટ એક્યૂરેટ એનર્જેટિક સિસ્ટમ સૈન્ય માટે વિસ્ફોટક પદાર્થાેનો સપ્લાય અને તેના પર રિસર્ચ કરવાનું કામ કરે છે.

હમ્ળેઝ કાઉન્ટીના શેરિફ ક્રિસ ડેવિસે વિસ્ફોટક સ્થળ વિશે કહ્યું કે આ ઘટના વિશે કહેવા માટે મારી પાસે શબ્દો નથી. બધુ જ નષ્ટ થઇ ગયું છે. મેં મારી નજરે જોયેલા આ દૃશ્યોમાં આ સૌથી ભયાનક છે.

અનેક લોકોના મોત નીપજ્યા છે. મૃત્યુઆંક વિશે કંઈક કહેવું અત્યારથી ઉતાવળ ગણાશે. વિસ્ફોટની ઘટના સવારના સમયે ૭ઃ૪૫ વાગ્યે બની હતી. તસવીરોમાં દેખાયું કે જે જગ્યાએ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો ત્યાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. લગભગ અડધા માઈલ સુધી તો કાટમાળ ફેલાઈ ગયો હતો અને ૧૫ માઈલના અંતરે રહેતા લોકોને પણ ધડાકાનો અવાજ અને કંપન અનુભવાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.