અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિ માટે નહીં થવા દઈએઃ મુત્તકી

નવી દિલ્હી, ભારત કાબૂલમાં તેના ટેકનિકલ મિશનને અપગ્રેડ કરી તેને દૂતાવાસનો દરજ્જો આપવા ઉપરાંત અફઘાનિસ્તાનમાં વિકાસના પ્રોજેક્ટ્સ પણ ફરીથી શરૂ કરશે.
ભારતની મુલાકાતે આવેલાં અફઘાનિસ્તાનના વિદેશમંત્રી આમિર ખાન મુત્તકી સાથેની વિદેશમંત્રી એસ. જયશંકરની બેઠક બાદ ભારતે આ જાહેરાત કરી હતી. આ સાથે જ ભારતની સુરક્ષાને લગતાં મુદ્દાઓ અંગે હકારાત્મક વલણ દાખવવા બદલ ભારતે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારની પ્રશંસા કરી હતી.
ભારતની છ દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના વિદેશમંત્રી આમિર ખાન મુત્તકીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન ક્યારેય તેની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે નહીં કરવા દે.
આ ઉપરાંત અફઘાનિસ્તાને દાએસ આતંકી જૂથ પ્રદેશ માટે સૌથી મોટો પડકાર ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાલિબાને ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં સત્તા હાંસલ કરી હતી. જોકે ભારતે હજી સુધી સત્તાવાર રીતે તાલિબાનની સરકારને માન્યતા આપી નથી.
મુત્તકીએ ભારતીય કંપનીઓને અફઘાનિસ્તાનમાં ખનીજ અને ખાણ ઉદ્યોગ ક્ષેત્રમાં રોકાણ કરવા આમંત્રણ આપતાં જણાવ્યું હતું કે, તેનાથી બંને દેશોના વેપારી સંબંધો વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
બંને મંત્રીઓ વચ્ચેની વાતચીત દરમિયાન ભારત-અફઘાનિસ્તાન ળેઈટ કોરિડોર શરૂ કરવાની વાતને પણ આવકારવામાં આવી હતી. કાબૂલમાં ભારતીય રાજદ્વારી હાજરીને અપગ્રેડ કરવાની જયશંકરની જાહેરાત બાદ મુત્તકીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા માટે અફઘાનિસ્તાન તેના રાજદૂતોને ભારતમાં મોકલશે.SS1MS