અંતે દીપિકાએ વધારે ફીની ડિમાન્ડ અને શિફ્ટના કલાકો પર મૌન તોડ્યું

મુંબઈ, દીપિકા પાદુકોણે કામના નક્કી કલાકોની શિફ્ટની માંગણી કરી, વધારાના કલાકો કામ કરવા માટે વધારાના પૈસા માગ્યા, તેના કારણે તેને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દૂર કરી દેવાઈ.
અનપ્રોફેશનલ વર્તનને કારણે તેને નાગ અશ્વિનની ફિલ્મ ‘કલકી ૨૮૯૮ એડી’ની સિક્વલમાંથી હાંકી કાઢવામાં આવી. આ પ્રકારના અહેવાલોને કારણે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ, અનેક લોકોએ બંને પક્ષોના ટેકામાં અને વિરોધમાં પોતાના નિવેદનો પણ આપ્યા હતા. પરંતુ દીપિકાએ અત્યાર સુધીમાં આ અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નહોતું.
હવે એક ચેનલ સાથેના ઇન્ટરવ્યુમાં દીપિકાએ આ દરેક પ્રકારની ચર્ચાઓ અંગે ખુલીને વાત કરી છે. તેણે એમ પણ કહ્યું કે જ્યારે જ્યારે હિરો વર્ષાેથી આઠ કલાકની શિફ્ટમાં કામ કરે છે, ત્યારે તો કોઈએ તેમના પર પ્રશ્ન ઉઠાવ્યા નથી.દીપિકાએ કહ્યું, “એક મહિલાના ગુણોની દૃષ્ટિએ, જો તમને આ બાબત કોઈ દબાણ ઉભું કરનારી કે જે લાગવી હોય એ લાગે. પરંતુ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિરો વર્ષાેથી ૮ કલાકની શિફ્ટમાં કામ કરે છે, તે વાત પણ કોઈથી છુપી નથી, છતાં તેની ક્યારેય હેડલાઇન બની નથી.”
દીપિકાએ એમ પણ કહ્યું કે તે કોઈના નામ લઇને ફરી હેડલાઇન્સ બનાવવા માગતી નથી, પરંતુ ઘણા મેલ એક્ટર્સ એવા છે, જે એક દિવસમાં ૮ કલાક જ કામ કરે છે અને એ પણ સોમથી શુક્ર, એ લોકો વીકેન્ડમાં કામ પણ કરતા નથી.
દીપિકાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં એક સીસ્ટમ શરુ કરવાની અને બધું થોડું માળખામાં ગોઠવવાની જરૂર છે. તેણે જણાવ્યું, “આપણે ખરેખર તો ક્યારેય એક ઇન્ડસ્ટ્રી તરીકે કામ જ નથી કર્યું.
આપણે ઉદ્યોગ તરીકે ઘણા અસંગઠીત છીએ અને મને લાગે છે કે આપણે થોડી સીસ્ટમ અને વર્ક કલ્ચર લાવવાની જરૂર છે.”દીપિકાએ કલકી અને સ્પિરિટ છોડી પછી હવે તે શાહરુખ સાથે ‘કિંગ’માં કામ કરી રહી છે, તેણે જણાવ્યું કે તે પોતાની લડત મૌન આત્મસન્માન સાથે લડવાનું પસંદ કરે છે.
દીપિકાએ કહ્યું, “મેં આ ઘણા સ્તર પર કર્યું છે, મારા માટે આ નવું નથી, મને લાગે છે કે વળતર મુદ્દે પણ મારે જે સામે આવ્યું તેનો સામનો કરવો પડ્યો છે. મને ખબર નથી, આને શું કહેવું, પરંતુ હું એવી વ્યક્તિ છું, કે મને મારી લડત મૌન આત્મસન્માન સાથે લડવાનું પસંદ છે અને કોઈ વિચિત્ર કારણોસર એ જાહેર થઈ જાય છે અને હું એ રીતે એને ક્યારેય જાહેર કરતી નથી, પરંતુ હા મારી લડતો હું મૌન અને આત્મસન્માન સાથે લડું છું, મારો એ લડવાનો રસ્તો છે.”SS1MS