Western Times News

Gujarati News

ભારતની સૌપ્રથમ વાન્ડરિંગ અવર્સ ટાઇમપીસ જેમાં કાંટાની જગ્યાએ એસ્ટ્રલ ડિસ્ક ફ્રેમ

ટાઇટને ભારતની સૌપ્રથમ વાન્ડરિંગ અવર્સ ટાઇમપીસ લોન્ચ કરી ઘડિયાળોની તેની સફરમાં એક અનન્ય સીમાચિહ્ન હાંસલ કર્યું

સ્ટેલર 3.0 રજૂ કરે છે ત્રણ લિમિટેડ-એડિશન ટાઇમપીસ જે અનન્ય પ્રેરણા, એડવાન્સ્ડ હોરોલોજી અને રેર મટિરિયલ્સનો સમન્વય કરે છે

Mumbai, ભારતની ઘડિયાળ બનાવવાની સફરમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. ટાઇટને તેના અભૂતપૂર્વ ફેસ્ટિવ કલેક્શન ઇન્ફિનાઇટ પરથી પ્રેરણા લઇને સ્ટેલર 3.0 લોન્ચ કર્યું છે. આ 9 અદ્વિતીય ઘડિયાળોના કેન્દ્રમાં 3 લિમિટેડ-એડિશન રહેલી છે જે દેશમાં ઐતિહાસિકપણે સૌપ્રથમ છેઃ વાન્ડરિંગ અવર્સ, જેને મુંબઈમાં બાસ્તિયન એટ ધ ટોપ ખાતે એક્સક્લુઝિવ લોન્ચ શૉકેસ ખાતે રજૂ કરવામાં આવી હતી.

સ્ટેલર 3.0ની કલ્પના એક એવા કેનવાસ તરીકે કરવામાં આવી હતી જ્યાં અનંત અવકાશી અજાયબીઓ હોરોલોજીની સરળતામાં ભળે છે. વાન્ડરિંગ અવર્સ આ વિઝનને વાસ્તવિકતામાં ફેરવે છે. પરિક્રમા કરતા ચંદ્ર અને ઘૂમતા તારા દ્વારા પ્રેરિત તેના ચકરાવો લેતા આંકડા ખાસ કારીગરી દ્વારા તૈયાર કરેલા આર્ક પર એ રીતે સરકે છે જાણે ગ્રહો તેમનો અવકાશી માર્ગ નક્કી કરી રહ્યા હોય.

ક્રિસ્ટલાઇઝ્ડ ટાઇટેનિયમમાં ઘડવામાં આવેલી અને બ્રશ્ડ કોપર બેઝલ સાથે સુસજ્જ કરાયેલી ટ્વિન સેટેલાઇટ ડિસ્ક મિનિટ ટ્રેક પર સુંદર રીતે ચકરાવો લે છે. ટાઇટનની ઇન-હાઉસ મૂવમેન્ટ દ્વારા સંચાલિત આ લિમિટેડ-એડિશન માસ્ટરપીસના માત્ર 500 પીસ જ બનાવવામાં આવ્યા છે અને તેની કિંમત રૂ. 1,79,995 છે.

સ્ટેલર 1 અને 2માં તેની સફળતા પર નિર્મિત આઇસ મીટીયોરાઇટ એક વિજયી પુનરાગમન કરે છે. તેમાં એક કોસ્મિક આઇસ-બ્લુ ડાયલ છે જે પ્રમાણિકપણે 1,20,000 વર્ષ જૂના મ્યુઓનિયોનાલુસ્તા ઉલ્કાપિંડ મઢેલું છે, જે ગહન અવકાશી ઇતિહાસને બોલ્ડ સમકાલિન ડિઝાઇન  સાથે ભેળવે છે અને તેની કિંમત રૂ. 1,39,995 છે. રૂ. 95,995ની કિંમતવાળી ઓરોરા કેયલમ, નોર્થન લાઇટ્સની યાદ તાજી કરે તેવા તેજસ્વી ગ્રીન ડાયલથી ઝળકે છે અને સુમેળભરી ગતિમાં એસ્ટ્રલ ડિસ્ક ફ્રેમ કરે છે.

વૉચીસ અને વેરેબલ્સના સીઈઓ કુરુવિલા માર્કોઝીએ જણાવ્યું હતું કે “41 વર્ષથી ટાઇટન સર્જનાત્મકતા અને કારીગરી દ્વારા ભારતની ઘડિયાળ બનાવવાની કળાને વ્યાખ્યાયિત કરે છે. સ્ટેલર 1.0 એ ડિઝાઇન અંગે એક નવી ચર્ચા શરૂ કરી હતી, સ્ટેલર 2.0 એ ચોકસાઇ અને નાની નાની વિગતોમાં વધારો કર્યો હતો અને હવે સ્ટેલર 3.0 એ અજાણ્યા ક્ષેત્રમાં એક સાહસિક છલાંગ લગાવી છે.

ટાઇટનની ઇન-હાઉસ મૂવમેન્ટ દ્વારા સંચાલિત, વાન્ડરિંગ અવર્સ એક નિર્ણાયક ક્ષણને દર્શાવે છે કારણ કે અમે ભારતીય હોરોલોજીને વૈશ્વિક નકશા પર મજબૂત રીતે મૂકવા માટે તૈયાર છીએ, જ્યાં નવીનતા, કલાત્મકતા અને ટેક્નિકલ નિપુણતા એક અસાધારણ અનુભવ બનાવવા માટે એક થાય છે. આ એક લાંબી સફરની શરૂઆત છે અને અમે ભારતની ઘડિયાળ બનાવવાની કળાને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ.”

સ્ટેલર 3.0 એકંદરે ત્રણ સર્જનાત્મક પાયા પર બનેલી છે: સેલેસ્ટિયલ ફેનોમિના, જે બ્રહ્માંડના ચક્રોની લયને સમાવે છે, હાઇ હોરોલોજીકલ ફંક્શન્સ, જે વાર્તા કહેવાની ગહનતા સાથે એડવાન્સ્ડ મિકેનિક્સનું મિશ્રણ કરે છે તથા રેર મટિરિયલ્સ, જે બ્રહ્માંડના તત્વોને વેરેબલ આર્ટમાં ફેરવે છે. આ નવ ઘડિયાળોમાં આ વિચારો સંગ્રહ કરનારા અને સ્વપ્ન જોનારાઓને અનંતતાની ઝલક આપવા માટે એક થાય છે.

સ્ટેલર 3.0 ફક્ત પસંદગીના ટાઇટન સ્ટોર્સ પર અને www.titan.co.in પર ઓનલાઇન ઉપલબ્ધ છે. તે સંગ્રહ કરનારાઓ, સ્વપ્ન જોનારાઓ અને ઘડિયાળના શોખીનોને એક એવા બ્રહ્માંડમાં પ્રવેશવા માટે આમંત્રણ આપે છે જ્યાં અનંતતા હવે દૂર નથી, તે તમારા કાંડા પર જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.