બંધારણે ભારતને મજબૂત રાખ્યો, પડોશી દેશોમાં ઉથલપાથલઃ સીજેઆઈ

રત્નાગિરી, ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ ગવઈએ રવિવારે જણાવ્યું હતું કે પડોશી રાષ્ટ્રો હિંસક જનઆંદોલન અને ઉથલપાથલનો સામનો કરી રહ્યાં છે, પરંતુ ભારત મજબૂત અને એકજૂથ રહ્યો છે. તેનું શ્રેય ડૉ. બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણને જાય છે.
આપણું બંધારણ આપણને અશાંતિનો સામનો કરી રહેલા પડોશી દેશોથી અલગ પાડે છેમહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના મંદનગઢ તાલુકામાં કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા પછી બોલતા સીજેઆઈએ ખુશી વ્યક્ત કરી કે તે એવા વિસ્તારમાં બન્યું છે, જેમાં બંધારણના મુખ્ય શિલ્પી અને સુપ્રસિદ્ધ સમાજ સુધારક બાબાસાહેબ આંબેડકરનું વતન ગામ અંબાવડે પણ આવેલું છે.
ન્યાયાધીશ ગવઈએ જણાવ્યું હતું કે યુદ્ધ અને શાંતિના સમયમાં દેશ એક રહ્યો છે અને વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. આપણે આંતરિક કટોકટી પણ જોઈ છે, પરંતુ આપણે મજબૂત અને એકજૂથ રહ્યાં છીએ. તે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણને કારણે છે.
આપણું બંધારણ આપણને અશાંતિનો સામનો કરી રહેલા પડોશી દેશોથી અલગ પાડે છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને તાજેતરમાં નેપાળમાં જનઆંદોલનને સરકારો ઉથલાઈ ગઈ છે તેમજ રમખાણો અને આગચંપીના કારણે નાગરિકોને મોટા પાયે તકલીફ પડી છે.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૨૨ વર્ષાેમાં ન્યાયાધીશ તરીકે મેં ન્યાયના વિકેન્દ્રીકરણની હંમેશા તરફેણ કરી છે અને અનેક ન્યાયિક માળખાગત પ્રોજેક્ટ્સ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યું છે. મને જે બાબત ખૂબ સંતોષ આપે છે તે છે કોલ્હાપુર સર્કિટ બેન્ચ (બોમ્બે હાઈકોર્ટની) અને આ મંડણગઢ કોર્ટ બિલ્ડિંગ, જે બે વર્ષમાં પૂર્ણ થઈ છે.
કાર્યપાલિકા અને ન્યાયતંત્રની સત્તાઓના વિભાજનના સિદ્ધાંતથી લોકોને ન્યાય મળે તેવી અપેક્ષા હોય છે, પરંતુ ન્યાયતંત્રને ભંડોળના સંદર્ભમાં કાર્યપાલિકાનો સહયોગ મેળવવો જોઈએ.SS1MS1