Western Times News

Gujarati News

ડમ્પરની ટક્કરથી એક્ટિવા ઢસડાતા પેટ્રોલ લીક થયું, બંને વાહન ખાક

અમદાવાદ, એસપી રિંગ રોડ નજીક આવેલા ગ્રીનવૂડ રિસોર્ટ નજીકના રોડ પરથી રવિવાર સાંજે યુવક એક્ટિવા લઈને પસાર થઇ રહ્યો હતો.

એકાએક એક્ટિવાચાલક યુવકે બ્રેક મારતા પાછળ આવી રહેલા ડમ્પરની ટક્કરે યુવાન ઘણે દૂર સુધી ઢસડતા એક્ટિવાની પેટ્રોલ ટેન્ક લીક થઇ અને તેમાંથી પેટ્રોલ રેલાયું હતું. પરિણામે આગ લાગી અને તે આગ જોતજોતામાં ડમ્પર સુધી પ્રસરી અને ધડાકાભેર ડમ્પર પણ આગની લપેટમાં આવી જતાં ડમ્પર નીચે ફસાઈ ગયેલા એક્ટિવાચાલકનું આગમાં ભડથું થઇ જતા કરુણ મોત નીપજ્યું હતું.

જાણ થતાં ફાયરબ્રિગેડની ૪ ગાડી ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. ટ્રાફિક પોલીસે ગમખ્વાર અકસ્માતના લીધે સર્જાયેલા ટ્રાફિકને ક્લીયર કરાવવાની કામગરી કરી હતી. આ મામલે ટ્રાફિક એ ડિવિઝન પોલીસે ડમ્પર ચાલકને ડિટેન કરીને કાર્યવાહી હાથ ધરી છે. એસપી રિંગ રોડ નજીક ગ્રીનવૂડ રિસોર્ટ નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો.

એક્ટિવાચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ડમ્પરની બ્રેક નહીં વાગતા એક્ટિવાને અડફેટે લીધું હતું. એક્ટિવાચાલક એક્ટિવા રોડ પર ઘસડાતા એક્ટિવામાં રહેલું પેટ્રોલ લીક થતા એકાએક આગ ભભૂકી હતી.

પાછળ આવી રહેલા ડમ્પરમાં પણ આગ પ્રસરતા ધડાકાભેર ડમ્પર સળગી ઊઠ્યું હતું. આ જોઇને આસપાસના લોકો અને અન્ય રાહદારીઓ દોડી આવ્યા તથા રોડ પરથી પસાર થઇ રહેલા અન્ય વાહનચાલકો ઊભા રહી જતા ટ્રાફિક જામ થયો હતો. આ દરિમયાન રોડ પર ઊભા રહેલા સ્થાનિકોએ ઈમરજન્સી ૧૧૨ નંબર ડાયલ કરતા ફાયર અને પોલીસના કર્મચારીઓ દોડી આવ્યા હતા.

ફાયરબ્રિગેડની ૪ ગાડીઓ થકી પાણીનો મારો ચલાવીને આગને બુઝાવાઇ હતી. જોકે, ડમ્પર નીચે આવી ગયેલા એક્ટિવાચાલકનું ભીષણ આગમાં કરુણ મોત નીપજતા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકને ડિટેન કર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.