એપીકે ફાઇલ ડાઉનલોડ કરનાર યુવક સાથે સાયબર ફ્રોડ થયો

અમદાવાદ, શહેરમાં રહેતા એક યુવકને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના નામની એપીકે ફાઇલ હતી. તે ફાઇલ ડાઉનલોડ કરતા ફોર્મ ખુલ્યું હતું.
પરંતુ યુવક તે ફોર્મ ન ભરી શક્તા એપ્લિકેશનમાંથી બહાર નીકળી ગયો હતો. જે બાદ તેનો ફોન હેક થઇ ગયો હતો. તેના ડેબિટકાર્ડમાંથી ૩૧ હજાર ડેબિટ થયા હતા અને ક્રેડિટકાર્ડમાંથી એક ફોનની ખરીદી થઇ હતી. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સરસપુરમાં રહેતા હેમીનભાઇ પટેલ ફાયનાન્સનું કામ કરે છે. થોડા દિવસો પહેલા તેમને અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના નામની એપીકે ફાઇલ હતી. આ ફાઇલ ઇન્સ્ટોલ કરતા પરમિશન ઓપ્શન પર ક્લીક કરતા એક ફોર્મ ખુલ્યું હતું.
જે ફોર્મ ભરવાનો પ્રયાસ કરવા છતાંય ફોર્મ ભરાયું નહોતુ. જેથી હેમીનભાઇ એપ્લિકેશનમાંથી બહાર નીકળી ગયા બાદ તેમને ત્રણ ઓટીપી આવ્યા હતા. તપાસ કરતા તેમના બેંક એકાઉન્ટમાંથી ૩૧ હજાર ડેબિટ થયા હતા.
જ્યારે કોઇ શખ્સે ક્રેડિટકાર્ડથી ટ્રાન્ઝેક્શન કરીને ફોન ખરીદ્યો હતો. ગઠિયાઓએ હેમીનભાઇનો ફોન હેક કરીને છેતરપિંડી કરતા તેમણે કાર્ડ બ્લોક કરાવી દીધા હતા. આ મામલે પોલીસને જાણ કરતા શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS