Western Times News

Gujarati News

2014ની સાલથી સલમાન અને અરિજીતના સંબંધોમાં ખટાશ કયા કારણસર આવી હતી?

અરિજીત સિંહ સાથેના વિવાદ અંગે સલમાને તોડ્યું મૌન

મુંબઈ, રિયાલિટી શો ‘બિગ બોસ ૧૯’માં બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગાયક અરિજિત સિંહ સાથેના વિવાદની ચર્ચા કરી હતી. તેમણે સ્વીકાર્યું કે, ‘મારાથી ગેરસરજ થઈ હતી.’

બિગ બોસ ૧૯માં મહેમાન બનેલા કોમેડિયન રવિ ગુપ્તાએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી.બોલિવૂડ અભિનેતા સલમાન ખાને રવિ ગુપ્તાને પૂછ્યું, ‘શું તમે ક્યારેય મારી મજાક ઉડાવી?’ રવિ ગુપ્તાએ તરત જ ઈનકાર કરતા કહ્યું કે, ‘મને તમારો સામનો કરવામાં ડર લગા છે.’ ત્યારે સલમાન ખાને પૂછ્યું કે, કેમ?.

જવાબમાં રવિ ગુપ્તાએ કહ્યું કે, ‘કારણ કે હું અરિજિત સિંહ જેવો દેખાઉં છું.’ સલમાન ખાને સ્પષ્ટતા કરી કે તે અને અરિજિત સિંહ હવે ખૂબ સારા મિત્રો બની ગયા છે.અરિજિત સિંહ અંગે સલમાન ખાને કહ્યું કે, ‘અરિજીત અને હું હવે ખૂબ સારા મિત્રો છીએ. તે એક ગેરસમજ હતી અને તે મારા તરફથી હતી. ત્યારબાદ અરિજીત સિંહે મારા માટે ગીતો પણ ગાયા છે.

મારી સાથે ટાઈગરમાં કામ કર્યું હતું, અને તે ગલવાન પર કામ કરી રહ્યો છે.’ આ દરમિયાન રવિ ગુપ્તાએ કહ્યું, ‘મને ખુશી છે કે હવે બધું ઉકેલાઈ ગયું છે.’ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અને અરિજીત સિંહના સંબંધોમાં ૨૦૧૪માં ખટાશ આવી ગઈ હતી.

એક એવોર્ડ શોમાં અરિજીતને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ લેવા માટે તે કેઝ્યુઅલ પોશાક અને ચંપલ પહેરીને સ્ટેજ પર પહોંચ્યો હતો. સલમાન ખાન શો હોસ્ટ કરી રહ્યો હતો. તેમણે અરિજીતને પૂછ્યું, “શું તું સૂઈ ગયો?” જેના જવાબમાં અરિજીતએ કહ્યું, ‘તમે લોકોએ જ મને સૂવડાવી દીધો.’આના પર સલમાન ખાને જવાબ આપ્યો કે, ‘એ મારી ભૂલ નથી.

તમારું ગીત ‘તુમ હી હો’ વાગી રહ્યું છે, અને લોકો સૂઈ રહ્યા છે.’ આના કારણે અરિજિત સિંહના સલમાન સાથેના સંબંધો બગડ્યા હતા. સલમાને તેની ફિલ્મો બજરંગી ભાઈજાન અને સુલતાનમાંથી અરિજિત સિંહના બધા ગીતો કાઢી નાખ્યા. ૨૦૧૬માં અરિજિત સિંહે સલમાન ખાનને માફી પત્ર લખ્યો. ત્યારબાદ ૨૦૨૩માં બંનેના સંબંધોમાં સુધારો થયો. અરિજિતે ‘ટાઈગર ૩’માં સલમાન ખાન માટે ગીત ગાયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.