૩૨ વર્ષ નાની ફેમસ અભિનેત્રી અમિતાભ બચ્ચનના પ્રેમમાં હતી પાગલ

મુંબઈ, બોલીવુડના મહાનાયકનો ઘણો મોટો ચાહક વર્ગ છે અને ઘણા સ્ટાર્સ તેમની સાથે કામ કરવાનું સપનું જુએ છે. હાલમાં શિલ્પા શિરોડકરે એક મોટો ખુલાસો કર્યાે છે કે, ગુપ્ત રીતે અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરવા માંગતી હતી.
અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં એક મહાન અભિનેતા છે. તેમણે ૧૧ ઓક્ટોબરના રોજ તેમનો ૮૩મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ પ્રસંગે ઘણા સ્ટાર્સે તેમને શુભેચ્છા પાઠવી હતી. અમિતાભ બચ્ચનના પ્રેમમાં રેખા પાગલ હતી એ વાત તો ઘણા લોકો જાણે છે પરંતુ આવી જ રીતે અભિનેત્રી શિલ્પા શિરોડકરે ચોંકાવનારો ખુલાસો કર્યાે હતો કે તે એક સમયે અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરવા માંગતી હતી.
૧૧ ઓક્ટોબર ૧૯૪૨માં જન્મેલા અમિતાભ બચ્ચનનું ફિલ્મી કરિયર સરળ નહોતું પરંતુ તેમણે સખત મહેનત અને પ્રતિભા દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક સ્થાન બનાવ્યું હતું. ઘણી હસ્તીઓએ તેમને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
અભિનેત્રી શિલ્પા શિરોડકરે પણ તેમની સાથે એક તસવીર શેર કરી અને એક મીઠી નોંધ લખી હતી. શિલ્પા શિરોડકરની આ પોસ્ટ જોતા જ લોકો દંગ કરી ગયા હતા અને સતત આ વાત પર ચર્ચાઓ કરવા લાગ્યા હતા.શિલ્પા શિરોડકરે ૧૯૯૨માં આવેલી ફિલ્મ ખુદા ગવાહનો એક જૂનો ફોટો શેર કર્યાે છે જેમાં તે અમિતાભ બચ્ચન સાથે દેખાય છે. આ ફિલ્મમાં શ્રીદેવી પણ મુખ્ય ભૂમિકામાં હતી.
ફોટો શેર કરતા શિલ્પાએ લખ્યું હતું કે, ‘જે માણસ સાથે હું એક સમયે ગુપ્ત રીતે લગ્ન કરવા માંગતી હતી અને જેણે મને ઘણું બધું શીખવ્યું તેને જન્મદિવસની શુભકામનાઓ. તમે હંમેશા રૂપેરી પડદે ચમકતા રહો.’
અભિનેત્રી આ પોસ્ટ જોતા જ ફેન્સ સતત પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા.ખુદા ગવાહ સિવાય શિલ્પા શિરોડકરે અમિતાભ બચ્ચન સાથે ઘણી અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું.
જોકે, તેની કારકિર્દીની વચ્ચે, તેણે તેના અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લાંબો બ્રેક લીધો હતો. ત્યાર બાદ તે બિગ બોસમાં જોવા મળી જ્યાં ફેન્સે તેને ખૂબ પ્રેમ કર્યાે. હવે શિલ્પા અભિનયની દુનિયામાં પરત ફરી રહી છે અને ટૂંક સમયમાં તે નવેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ જટાધારા માં જોવા મળશે.SS1MS