Western Times News

Gujarati News

હિંમતનગર બસસ્ટેન્ડ પાસેથી ચોરીની રિક્ષા સાથે પાટણનો શખ્સ પકડાયો

(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફને રવિવારે મળેલી બાતમી બાદ ગાંધીનગર સેકટર-૭ માંથી રિક્ષાની ચોરી કરનાર શખ્સ હિંમતનગર બસસ્ટેન્ડ સામેથી પકડાયો હતો.

ત્યારબાદ પોલીસે તેની પુછપરછ કરી રૂ. ૧.૫૦ લાખની રિક્ષા ઝડપી લીધી હતી. પકડાયેલા આ શબ્સે વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૨૫ દરમ્યાન અમદાવાદ-ગાંધીનગરના અનેક પોલીસ સ્ટેશનની હદમાંથી વાહનચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. ત્યારબાદ તેની વિરૂધ્ધ બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે બી.ડીવીઝનના પી.આઈ આર.ટી.ઉદાવત તથા તેમના ડી.સ્ટાફના જણાવાયા મુજબ રવિવારે તેમનો સ્ટાફ દિવાળીને લઈને બસસ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં પેટ્રોલીંગ કરતો હતો

ત્યારે ડી.સ્ટાફ ના રાકેશભાઈ.. કીર્તિ રાજ સિંઘ ..ને એવી બાતમી મળી હતી કે બસસ્ટેન્ડ સામે આવેલ રિક્ષા નં.જીજે ૨એયુ ૭૨૯૮ ના ચાલકની પુછપરછ કરી તેને રિક્ષાના દસ્તાવેજો રજૂ કરવા માટે કહ્યું હતુ પરંતુ આ શખ્સ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા બી.ડીવીઝન પોલીસે તેની વધુ પુછપરછ શરૂ કરી હતી.

ત્યારબાદ પકડાયેલા શબ્સે પોતાનું નામ સુરેશભાઈ નાનજીભાઈ ઠાકોર(રહે. જીલીયા, ચાણસ્મા, જિ. પાટણ) હોવાનું કબુલ્યા બાદ પોલીસે તેની પાસેથી રૂ. ૧.૫૦ લાખ કિંમતની સીએનજી રિક્ષા કબજે લીધી હતી.

ત્યારબાદ આ શખ્સને હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લાવી પોકેટકોપ, ઈ-ગુજકોપમાં સર્ચ કરતા તેની વિરૂધ્ધ ગાંધીનગર સેક્ટર-૭ માં ફરીયાદ નોંધાઈ ચૂકી હતી. એટલુ જ નહી પણ પકડાયેલા

આ શખ્સ વિરૂધ્ધ વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૫ના સમયગાળા દરમ્યાન અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની હદમાં ૭, સરખેજમાં ર, ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ૦૧, વસ્ત્રાપુર, ધાટલોડીયામાં ૦૧, આનંદનગરમાં ૦૨ જ્યારે અડાલજમાં ૦૧ મળી કુલ ૧૮ ફરીયાદ નોંધાઈ ચૂકી હતી. જેથી પોલીસે આ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.