‘વોટ્સએપ બ્લોક થયું છે, અરટ્ટઇ એપ વાપરો’: સુપ્રીમની ટકોર

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બે ડોક્ટરોએ પોતાના બ્લોક કરાયેલા વોટ્સએપ એકાઉન્ટને અનબ્લોક કરવા માટે માંગ કરી હતી. આ સંદર્ભમાં સુનાવણી કરી રહેલા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે બંને ડોક્ટરોની અરજી ફગાવી દીધી છે અને કહ્યું કે બંધારણની કલમ ૩૨ અંતર્ગત રિટ અરજી ફક્ત રાજ્ય કે તેની એજન્સીઓ સામે દાખલ કરી શકાય છે, ખાનગી કંપની સામે નહીં.
આ સુનાવણી દરમિયાન, જ્યારે વરિષ્ઠ વકીલ મહાલક્ષ્મી પવનીએ અરજદારો તરફથી દલીલ આપી કે અરજદારોના અકાઉન્ટ બહાલ(અનબ્લોક) કરવામાં આવે, તો કોર્ટે કહ્યું કે તમારો મૌલિક અધિકાર વોટ્સએપ સુધી પહોંચવાનો કેવી રીતે થઈ ગયો? શું વોટ્સએપ કોઈ રાજ્ય છે?સુપ્રીમ કોર્ટે આ દલીલોનો અસ્વીકાર કરીને કહ્યું કે વોટ્સએપ એક ખાનગી કંપની છે અને કોઈ જાહેર કાર્ય કરતી નથી. એટલા માટે, કલમ ૩૨ અંતર્ગત તેની સામે રિટ અરજી સ્વીકારી શકાય નહીં.
વકીલ મહાલક્ષ્મી પવનીએ એ વાતનો સ્વીકાર કર્યાે કે વોટ્સએપ રાજ્ય નથી, ત્યારે જજોએ એમ પણ કહ્યું કે અહીં સુધી કે હાઈકોર્ટ સમક્ષ પણ આવી રિટ અરજી ટકી શકશે નહીં.
રિપોર્ટ અનુસાર, જસ્ટિસ મેહતાએ કહ્યું કે, ‘‘બીજા મેસેજિંગ એપ્સ છે, તમે તેનો ઉપયોગ કરી શકો છો. તાજેતરમાં એક દેશી એપ આવ્યું છે, અરટ્ટઈ – તેનો ઉપયોગ કરો. મેક ઈન ઈન્ડિયા.’’
ઉલ્લેખનીય છે કે અરટ્ટઈ ભારતીય કંપની જોહો કોર્પાેરેશનને બનાવેલું એક ત્વરિત મેસેજિંગ એપ છે. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે એમ પણ કહ્યું કે જો વોટ્સએપ અકાઉન્ટ બ્લોક કરવા પર અરજદારોને વાંધો છે, તો એ અન્ય કાયદાકીય ઉપાયો – જેવા કે સિવિલ કોર્ટ કે હાઈકોર્ટના દરવાજા ખટખટાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ અરજી ડો.રમન કુંદ્રા અને એસએન કુંદ્રા નામના બે ડોક્ટરોએ દાખલ કરી હતી. તેઓ ક્લિનિક અને પોલિ-ડાયગ્નોસ્ટિક સેન્ટર ચલાવે છે.
બંને ડોક્ટરોનું કહેવું હતું કે ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫એ કોઈ પણ સૂચના(જાણ કર્યા વિના) તેમનું વોટ્સએપ અકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. આ ડોક્ટરોએ દસ વર્ષથી દર્દીઓના સંપર્કમાં રહેવા અને દર્દીઓના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી શેયર કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હતા.SS1MS