દીપિકા પાદુકોણની શરતો અને મત પર ઇન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાઈ

મુંબઈ, દીપિકા પાદુકોણ હાલ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામાં છે. ચર્ચાનો મુદ્દો એ છે કે જ્યારે કોઈ નવી માતાનું બાળક ઘરમાં રાહ જોતું હોય તો માતાએ કેટલા કલાક કામને આપવા જોઇએ? માતા કામ અને માતૃત્વ વચ્ચે સંતુલન કઈ રીતે મેળવી શકે, તો કેટલાકની દલીલ છે કે ફિલ્મ મેકિંગ એ કોઈ ૯થી ૫ની જોબ નથી.
ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો છે, જે તેણે પોતે લાદેલી આ ગાઈડલાઇનની વિરોધણાં છે. ફિલ્મમેકર હંસલ મહેતાએ થોડા વખત પહેલાં આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરતા કહેલું, “મને લાગે છે, સંતુલન જરૂરી છે.
કામ, આરામ, પરિવાર, મિત્રો અને પોતાની જાત માટે સમય કાઢવો એ કોઈ સુવિધાઓ નથી, એ તો આરોગ્ય અને આપણે જે સર્જન કરીએ છીએ તેમાં મહત્વની જરૂરિયાતો છે.
૧૨ કલાક કામનો નિયમ શોષણ સમાન છે. તેમાં કોઈ અપવાદ હોઈ શકે છે અને તેમાં કોઈ ચોક્કસ ધોરણો ન હોય.”હંસલ મહેતાએ પોતાના અનુભવ અંગે વાત કરતા જણાવ્યું, “મને યાદ છે, કે એક વખત મેં એક ફિલ્મમાં કામ કરેલું અને એમાં અમે ૮-૯ કલાકોમાં જ શૂટ પૂરું કરી દેતાં હતાં. તો તરત જ પ્રોડ્યુસર્સ આવી જતાં અને કહેતાં કે હજુ થોડું શૂટ કરી લો. તેના કારણે ફિલ્મનું શીડ્યુલ હતું એનાં કરતાં લાંબું ચાલ્યું. સમય બચ્યો જ નહીં, ઉપરથી સમય વેડફાયો, કલાકો ખેંચાયા અને કોઈ કામ લાગ્યા નહીં.”જ્યારે હેમા માલિનીએ જણાવ્યું, “હું બીજા કોઈની વાત પર કોઈ નિવેદન આપવા માગતી નથી.દરેકનો પોતાનો નિર્ણય હોય છે.
જો મારી વાત હોય તો, મને મારા કામ અને માતા તરીકેની ફરજોમાં સંતુલન જાળવવામાં કોઈ મુશ્કેલી પડી નથી. મારી બંને દિકરીઓ એશા અને આહના નાના હતા, ત્યારે હું હંમેશા તેમની સાથે હતી. હું તેમને ક્યારેય મારી સાથે શૂટિંગમાં પણ લઇ ગઈ નથી. મારે ક્યારેય એવું કરવાની જરૂર જ નથી પડી. તમારે બસ તમને કોઈ સહકાર આપે એવી વ્યક્તિની જરૂર હોય છે. જ્યારે હું કામ કરતી હતી ત્યારે મારી માતા હંમેશા મારી મદદમાં હાજર હતી.”
જ્યારે શર્મિલા ટાગોરે આ અંગે કહ્યું, “હું મારી જાતને ક્યારેય પર્ફેક્ટ મા કહેતી નથી. પણ હા, મેં એ ધ્યાન રાખ્યું હતું કે સૈફ, સબા અને સોહા માટે હું હંમેશા હાજર હોઉં. મને નથી લાગતું કે મારા કારણે તેમને ક્યારેય અવગણના થતી હોય એવું અનુભવાયું હોય. હિન્દી સિનેમામાં ઘણી મારી યાદગાર ફિલ્મો મેં માતા બન્યાં પછી જ કરી છે.
હું જ્યારે છોટી બહુનું શૂટિંગ કરતી હતી, ત્યારે સૈફ આવવાનો હતો. તેના જન્મ પછી હું એને સેટ અને લોકેશન પર લઇને જતી હતી. એ મારા કોસ્ટાર્સ સાથે મજા કરતો હતો, ખાસ તો શશિ કપૂર સાથે.”બદલાતા સમય અંગે વાત કરતા શર્મિલા ટાગોરે કહ્યું, “મને લાગે છે, આપણે મહિલાઓ સ્વાભાવિક રીતે જ એક સાથે અનેક કામ કરવા ટેવાયેલાં હોઇએ છીએ.
ઘર અને કામ બંને લાખો મહિલાઓ અન્ય કામ કરતાં પણ સંભાળે જ છે. હવે તો પિતાઓ પણ જવાબદારીઓ લેતાં થયાં છે, તો સ્થિતિ વધુ સરળ થઈ છે. તમે કરીના-સૈફ અને આલિયા રણબીરને જ જોઈ લો.”SS1MS