અક્ષય કુમારની સિનેમાના ન્યૂકમર્સને આપી ખાસ સલાહ

મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયર શોધી રહેલા યુવાનોને અક્ષય કુમારે મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણ કહ્યું કે, ‘નવા કલાકારોએ તેમના કરિયરની શરૂઆતમાં ત્રણ ફિલ્મોના કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ.
તેમણે આર્યન ખાનની વેબ સિરીઝ, ધી બેડ્સ ઓફ બોલીવૂડનો ઉલ્લેખ કરીને કરણ જોહર પર પણ કટાક્ષ કર્યાે.અક્ષય કુમારે ૭૦માં ફિલ્મફેર એવોર્ડના સ્ટેજ પરથી કહ્યું કે, શાહરુખ ખાન, જે આ ઈવેન્ટને હોસ્ટ કરી રહ્યા હતા, તેમણે અક્ષયને યંગસ્ટર્સ માટે કોઈ ટિપ્સ આપવા માટે કહ્યુ, ત્યારે અક્ષયે કહ્યું કે, ‘હું દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતાં નવા કલાકારોને એક જ સલાહ આપવા માંગુ છુંઃ ક્યારેય પણ કોઈ નિર્માતા સાથે ત્રણ ફિલ્મો પર કરાર ન કરો.
તમે ધી બેડ્સ ઓફ બોલીવૂડ જોઈ હશે અને સમજી ગયા હશો કે તેમાં હીરોને કઈ કઈ વસ્તુમાંથી પસાર થવું પડે છે. આ શો સ્પષ્ટ કરે છે કે, ફિલ્મોમાં ડેબ્યુ કરતાં કલાકારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ!’આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મસ અને કરણ જોહરની ધર્મા પ્રોડક્શને નવા કલાકારોને ત્રણ ફિલ્મોની પર ડિલ પર સાઈન કરવાનું કહેવામા આવે છે.
આ કરાર પર સાઈન કર્યા બાદ એક્ટર્સ જ્યા સુધી આ ત્રણ ફિલ્મો પુરી ન કરી લે, ત્યા સુધી કોઈ બીજા પ્રોજેક્ટ અથવા પ્રોડ્યુસરની સાથે કામ નથી કરી શકતો. યોગાનુયોગ, જ્યારે અક્ષયે સ્ટેજ પરથી નવા આવનારા કલાકારોને આ સલાહ આપી ત્યારે શાહરૂખ ઉપરાંત કરણ પણ સ્ટેજ પર હાજર હતો.અક્ષયે તેમને કહ્યું, ‘ત્રણ ફિલ્મોનો કરાર ન કરશો.
આપણા નવા કલાકારોને સ્વતંત્રતા આપો. તેમને ભાગી જવાની મંજૂરી આપો. તેઓ કહે છે, તેમને મુક્ત થવા દો. જો તેઓ તમારા હશે તો, તેઓ ચોક્કસપણે તમારી પાસે પરત આવશે.’SS1MS