શમશેરા ફ્લોપ જતાં રણબીર આઘાતમાં સરી પડ્યો હતો

મુંબઈ, અનિલ કપૂરે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂરના પિતાનો રોલ કર્યાે હતો. આ ફિલ્મના શૂટ દરમિયાન અનિલ અને રણબીર વચ્ચે ઘણી સારી ભાઇબંધી થઈ ગઈ હતી.
જોકે, રણબીરની ‘અનિમલ’ રિલીઝ થઈ તે પહેલાં સુધી તે કૅરીઅરમાં એક ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. તાજેતરમાં અનિલ કપૂરને ફિક્કી ફ્રેમ્સના એક કાર્યક્રમમાં કલાકારોએ ફિલ્મને લગતી ટીકાઓનો સામનો કઈ રીતે કરવો જોઈએ, તે અંગે પ્રશ્ન પૂછાતા અનિલ કપૂરે ઘોંઘાટને કઈ રીતે તમારા સુધી ન પહોંચવા દેવો એ અંગે વાત કરી હતી. અનિલ કપૂરે ૪ દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. અનિલ કપૂરે જણાવ્યું, “હંમેશા ઘોંઘાટ તો રહેવાનો.
લોકો હંમેશા તમારા વિશે કંઇક બોલવાના છે અને કંઇક લખવાના જ છે. ત્યારે આપણા સુધી એ ઘોંઘાટ પહોંચે નહીં તે જરૂરી છે. મને આ બાબત શીખવામાં લગભગ ૪૫ વર્ષ થયા છે. પહેલાં મને પણ આ બાબતોથી ઘણી અસર થતી હતી મને લાગે છે કે યુવાનોને પણ તેનાથી ઘણી અસર થતી હશે.
એટલે હું તો એમને એ જ કહું છું, “કંઇ નહીં યાર. કાલ સુધીમાં બધા બધું ભુલી જવાના છે.”અનિલ કપૂરે આ ચર્ચામાં રણબીર કપૂરનું ઉદાહરણ આપ્યું હતું. તેણે કહ્યું કે એનિમલ શરૂ થઈ એ પહેલાં રણબીર કપૂર ઘણા નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, કારણ કે એની ફિલ્મોને સફળતા મળી નહોતી. અનિલે કહ્યું, “મને યાદ છે કે જ્યારે હું એનિમલનું શૂટિંગ કરતો હતો.
રણબીર ત્યાં આવ્યો અને તેની ફિલ્મ શમશેરા રિલીઝ જ થઈ હતી. એ બહુ નિઃરાશ હતો અને આવીને મને કહ્યું, “બધઆની નજર મારા પર છે અને મેં આવડી મોટી ફ્લોપ ફિલ્મ આપી.” મેં તેને કહ્યું, “એક સારો શોટ આપી દઇએ, કાલ સુધીમાં બધા ભુલી જશે.”
અમે એક ફોટોશૂટ કરતા હતા અને મેં તેને કહ્યું, “બહુ મન પર ન લઇશ દોસ્ત.” તમે માત્ર કલ્પના કરો છો, કે બધાની નજર તમારા પર છે અને તમારી નિષ્ફળતા જુઓ છે. સફળતા અને નિષ્ફળતા તમારા હાથમાં નથી. જે થયું છે એ તમે એક વાર સ્વીકારી લો, તમે ઇમાનદારીથી કામ કર્યું છે, તો તમે બધું ભુલી જશો.”SS1MS