“યુફોરિયા ચેપ્ટર. પાર્થ” એ પોતાના હેક્ઝાઈમર્સિવ અનુભવથી અમદાવાદને કર્યું મંત્રમુગ્ધ

Ahmedabad, અમદાવાદમાં 11 અને 12 ઓક્ટોબર, 2025ના રોજ સાથ- સંગાથ, ધ વેન્યુ ઓફ ઓકેશન ખાતે વિશ્વના સૌપ્રથમ હેક્ઝાઈમર્સિવ™ ઓડિયો-વિઝ્યુઅલ કોન્સર્ટ- “યુફોરિયા ચેપ્ટર. પાર્થ”નું આયોજન કરાયું હતું.
એક અનોખો ફોર્મેટ જેમાં એફ.આર.એ.પી.પી.એ. અંતર્ગત આધિકારિક રૂપથી સંરક્ષિત કરવામાં આવ્યો. આ વિશેષ એક્સપિરિયન્સનો કોન્સેપ્ટ ફિલ્મમેકર અને કમ્પોઝર ઋતુલનો છે, જેઓ દર્શકોને સ્ટોરી ટેલિંગ, મ્યુઝિક અને ફિલોસોફીની મલ્ટી- સેન્સરી જર્ની પર લઇ ગયા.
બંને સોલ્ડ- આઉટ નાઈટ્સમાં, દર્શકોએ જોયું કે છ ભવ્ય સ્ક્રીનો એકબીજાથી જોડાતી, વિભાજીત થતી અને ફરીથી એકાકાર થતી ગઈ- જેનાથી અનંત વિચાર અને બદલાતી વાસ્તવિક્તાઓનો ભ્રમ ઉત્પન્ન થયો. 90 મિનિટના આ પરફોર્મન્સમાં, ડાન્સર્સ, વોકલિસ્ટ અને વિઝ્યુઅલ સિક્વન્સ એકબીજા સાથે જોડાયેલા હતા
YOUFORIA Chp. Parth Leaves Ahmedabad Spellbound with its HEXAIMMERSIVE Experience
જેથી સ્પિરિચ્યુઆલિટી, ટેકનોલોજી અને માનવ ચેતના પર પ્રતિબિંબ ઉભો થાય. શોના સ્કેલ અને ચોકસાઈએ ઋતુલના વર્ષોના સંશોધનને પ્રતિબિંબિત કર્યું કે કેવી રીતે ધ્વનિ અને દ્રશ્યો ભાવનાઓનું નિર્માણ કરવા માટે ભળી શકે છે, એક એવી શોધ જેણે ગુજરાતના સૌથી યુવાન ફિલ્મ નિર્માતા તરીકેના શરૂઆતના દિવસોથી તેમના સર્જનાત્મક કાર્યને આકાર આપ્યો છે.
પરફોર્મન્સ પછી બોલતા, યુફોરિયાના ફાઉન્ડર ઋતુલ એ કહ્યું, “યુફોરિયા એ સ્ટોરી- ટેલિંગનો જીવંત પ્રયોગ છે. તે શ્રોતાઓને યાદ અપાવવા માટે ધ્વનિ, ગતિ અને કલ્પનાને એકસાથે લાવે છે કે કલા આપણી અંદર કંઈક જાગૃત કરી શકે છે. અમદાવાદની એનર્જી અનોખી હતી; પ્રેક્ષકો વાર્તાનો ભાગ બન્યા, અને તે કોઈપણ સર્જક માટે સૌથી મોટો પુરસ્કાર છે જેની આશા રાખી શકે છે.”
અમદાવાદમાં યુફોરિયા ચેપ્ટર. પાર્થની બીજી પ્રસ્તુતિએ એ સાબિત કર્યું કે શહેરમાં પરફોર્મન્સ આર્ટના નવા પ્રયોગો લઈને ઘણી ઉત્સુકતા છે. આ જગ્યાને નવા અવતારમાં તૈયાર કરવામાં આવી. હેક્ઝાઈમર્સિવ™ સેટઅપ લગભગ 10,000 સ્કવેર ફૂટમાં ફેલાયેલ હતો, જેમાં સિનેમા, થિયેટર અને લાઈવ મ્યુઝિક નો સંગમ જોવા મળ્યો. આ પ્રોડક્શનમાં ઋતુલના લોકપ્રિય #100Weeks100SongsChallenge ના 17 ઓરિજનલ સોન્ગ્સ શામેલ હતા- જે માયથોલોજી, ઈન્ડિયન હિસ્ટ્રી, અને કન્ટેમ્પરરી સોશિયલ આઈડિયાઝને પ્રવાહમયી કોરિયોગ્રાફી અને સ્ટ્રાઇકિંગ વિઝ્યુઅલ ડિઝાઇનના માધ્યમથી જોડતા હતા. બંને નાઈટ્સનું સમાપન સ્ટેન્ડિંગ ઓવેશન સાથે થયું, અને દર્શકોએ તેને ભારતના અત્યારસુધીના સૌથી અનોખા લાઈવ એક્સપિરિયન્સમાંથી એક દર્શાવ્યું.
યુફોરિયાની જર્ની એક ક્રિએટિવ એક્સપરિમેન્ટના રૂપમાં શરૂ થઇ હતી, જે હવે એક એવી મુમેન્ટ છે જે દર્શકોને આર્ટ સાથે જોડાવાની રીતે નવી પરિભાષા આપે છે. ટેક્નોલોજી અને ભાવનાના સંગમ પર આધારિત આ મંચ હવે નવા શહેરોમાં પણ વિકસી રહ્યો છે, જ્યાં દર્શકોને ફક્ત જોવા કે સાંભળવા નહિ, પરંતુ મહેસુસ કરવાનો અવસર મળ્યો- જેવું પારંપરિક શોમાં ક્યારેક જ થતું હશે. આનું નેક્સ્ટ ચેપ્ટર, યુફોરિયા ચેપ્ટર, કલિ યુદ્ધ, વર્ષ 2026માં પ્રીમિયર થશે- જે ઇલેક્ટ્રોનિક સાઉન્ડ અને માયથિક સિમ્બોલિઝમના માધ્યમથી માનવ ચેતનાના સંઘર્ષની એક નવી સંગીત-ગાથા પ્રસ્તુત કરશે.
જેમ જેમ યુફોરિયા સતત વિકાસ પામી રહ્યું છે, તેમ તેમ તેનું મિશન આર્ટિસ્ટિક ઇનોવેશન અને એક્સ્પીરિયનશનલ પરફોર્મન્સ માટે ભારતને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવાનું છે.