સાબરમતી-ગોરખપુર અને સાબરમતી-બેગુસરાય વચ્ચે રેલવે અનારક્ષિત ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવશે

Ahmedabad, પશ્ચિમ રેલવે દ્વારા આવનારા દિવાળી અને છઠ પૂજા તહેવારો માટે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી-ગોરખપુર અને સાબરમતી-બેગુસરાય વચ્ચે અનારક્ષિત સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નંબર 09429/09430 સાબરમતી-ગોરખપુર ત્રિસાપ્તાહિક અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર (12 ફેરા)
ટ્રેન નંબર 09429 સાબરમતી-ગોરખપુર ત્રિસાપ્તાહિક અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી 16 ઑક્ટોબર 2025 થી 26 ઑક્ટોબર 2025 સુધી દર ગુરુવાર, શુક્રવાર અને રવિવારે સવારે 08:50 વાગ્યે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે સવારે 10:00 વાગ્યે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09430 ગોરખપુર-સાબરમતી ત્રિસાપ્તાહિક અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન ગોરખપુરથી 17 ઑક્ટોબર 2025 થી 27 ઑક્ટોબર 2025 સુધી દર શુક્રવાર, શનિવાર અને સોમવારે બપોરે 13:00 વાગ્યે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે બપોરે 15:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ જં., અજમેર, જયપુર, ગાંધી નગર જયપુર, દૌસા, બાંદીકુઈ જં., ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, ગોંડા, મનકાપુર અને બસ્તી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં તમામ અનારક્ષિત શ્રેણીના કોચ રહેશે.
- ટ્રેન નંબર 09431/09432 સાબરમતી-બેગુસરાય અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર (28 ફેરા)
ટ્રેન નંબર 09431 સાબરમતી-બેગુસરાય અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી 14 ઑક્ટોબર 2025 થી 27 ઑક્ટોબર 2025 સુધી દરરોજ બપોરે 12:05 વાગ્યે પ્રસ્થાન કરશે તથા ત્રીજા દિવસે સવારે 08:00 વાગ્યે બેગુસરાય પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09432 બેગુસરાય-સાબરમતી અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન બેગુસરાયથી 16 ઑક્ટોબર 2025 થી 29 ઑક્ટોબર 2025 સુધી દરરોજ બપોરે 12:00 વાગ્યે પ્રસ્થાન કરશે તથા ત્રીજા દિવસે સવારે 05:00 વાગ્યે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંદીકુઈ જં., ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, સુબેદારગંજ, મિર્ઝાપુર, પં. દીન દયાળ ઉપાધ્યાય જં., બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર જં., સોનપુર, હાજીપુર અને બરૌની જં. સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં તમામ અનારક્ષિત શ્રેણીના કોચ રહેશે.