અમદાવાદ શહેરની સફાઈમાં મહેનત કરનાર ૪ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા

અમદાવાદમાં રૂ. ૨૭ કરોડના કામોનું લોકાર્પણ તેમજ નાગરિકોને વિવિધ લાભોનું વિતરણ કરાયું
Ahmedbad, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ સપ્તાહ- ૨૦૨૫ અંતર્ગત એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યોશ્રી, મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેરના રૂ. ૨૭ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ યોજનાઓ હેઠળ નાગરિકો અને શ્રેષ્ઠ કર્મચારીઓને સન્માનિત કરવામાં પણ કરવામાં આવ્યા હતા. ૭ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ અને વંદના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ ૧૨ સ્વરોજગારીઓને લોન મંજૂરી પત્રો પણ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત શહેરની સફાઈમાં સખત મહેનત કરનાર ૪ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. આ સાથો સાથ ૩ ક્ષય (TB) દર્દીઓને પોષણ કિટ્સ આપવામાં આવી, સફાઈ સુરક્ષા મિત્ર કિટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્વચ્છ નવરાત્રી મહોત્સવ અને ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવના ઝોન મુજબના પ્રથમ ક્રમના વિજેતાઓને સન્માનિત કરાયા તેમજ નાગરિકોમાં સ્પર્ધાત્મક સ્વચ્છતા ભાવના ઉન્નત કરવા લોકમાન્ય તિલક ટ્રોફી વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે એ.મ્યુ.કો દ્વારા પુનર્વસન કરાયેલા ૧૧૦૮ આવાસો અને ૪૫ દુકાનોનું ડ્રો પણ યોજાયો હતો. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત નાગરિક કલ્યાણ અને શહેરી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.