શરીફ સામે જ ટ્રમ્પે ભારત-વડાપ્રધાન મોદીના કર્યા વખાણ

ભારત એક મહાન દેશ છે જ્યાં પીએમ છે તે મારા એક ખુબ સારા મિત્ર છે અને તેમણે શાનદાર કામ કર્યું છેઃ ટ્રમ્પ
(એજન્સી)ઈજિપ્ત, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈજિપ્તમાં ગાઝા શાંતિને લઈને આયોજિત સંમેલનમાં ભારત અને પીએમ મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન હવે ખુબ સારી રીતે એકસાથે રહેશે. આ દરમિયાન મંચ પર પાછળ ઊભેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ તરફ વળ્યા અને પૂછ્યું- બરાબર ને?
જેના પર પાકિસ્તાનના પીએમ શરીફે માથું હલાવીને હા પાડી. જેનાથી કાર્યક્રમમાં હાજર નેતાઓ અને મીડિયામાં હળવી હસી છૂટી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોતાના સંબોધનમાં ટ્રમ્પે કેમેરા તરફ હસતા કહ્યું કે, ભારત એક મહાન દેશ છે જ્યાં ટોપ પર છે તે મારા એક ખુબ સારા મિત્ર છે અને તેમણે શાનદાર કામ કર્યું છે.
મને લાગે છે કે પાકિસ્તાન અને ભારત સાથે મળીને ખુબ સારી રીતે રહેશે. અત્રે જણાવવાનું કે ટ્રમ્પ કે જેઓ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી સાથે સંયુક્ત રીતે ગાઝા શાંતિ શિખર સંમેલનની અધ્યક્ષતા કરતા હતા તેમણે પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ક્ષેત્રીય શાંતિ સારા મિત્રોના સારા કામ પર નિર્ભર કરે છે.
તેમણે પાછળ ઊભેલા શહબાઝ શરીફ તરફ ઈશારો કરતા મજાકીય અંદાજમાં કહ્યું કે તેઓ તેને સંભવ બનાવવામાં મદદ કરશે, બરાબર ને?
અમેરિકી રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના પ્રધાનમંત્રીને શિખર સંમેલનને સંબોધન કરવા માટે પણ આમંત્રિત કર્યા. પોતાના ભાષણમાં શહબાઝ શરીફે વળી પાછો એકનો એક રાગ આલાપતા ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ રોકવાનો શ્રેય ટ્રમ્પને આપ્યો.
તેમણે કહ્યું કે, જો આ સજ્જન પોતાની અદભૂત ટીપ સાથે તે ચાર દિવસ દરમિયાન હસ્તક્ષેપ ન કરત તો બંને પરમાણુ દેશો વચ્ચે યુદ્ધ એ સ્તર સુધી આગળ વધી શકતું હતું જ્યાં કોઈ પણ એક બતાવવા માટે જીવિત ન રહેત કે શું થયું. આ અગાઉ ટ્રમ્પે એકવાર ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની ક્રેડિટ પોતાને આપી દીધી.
તેમણે ઈઝરાયેલી સંસદ નેસેટમાં પોતાના ભાષણના સમાપનમાં દાવો કરતા તેને એ આઠ વિવાદમાંથી એક ગણાવ્યું જેને તેમણે ઉકેલ્યા હતા. વાત જાણે એમ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦ મેના રોજ થયેલા સીઝફાયર બાદ ટ્રમ્પ સતત તેની ક્રેડિટ લઈ રહ્યા છે. જો કે ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું કે આ સમજૂતિ બંને સેનાઓના ડીજીએમઓની વાતચીત બાદ થઈ. તેમાં કોઈ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ નહતો.
ભારતે આ સંમેલનમાં કિર્તી વર્ધન સિંહ વિદેશ રાજ્યમંત્રીના માધ્યમથી પોતાની હાજરી નોંધાવી. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશેષ દૂત તરીકે સામેલ થયા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જૈસ્વાલે એક્સ પર કહ્યું કે ભારત આ ઐતિહાસિક શાંતિ સમજૂતિનું સ્વાગત કરે છે અને આશા કરે છે કે તે વિસ્તારમાં સ્થાયી શાંતિ લાવશે.
પીએમ મોદીએ પણ ટ્રમ્પના સાઝા યુદ્ધ વિરામ યોજનામાં શાંતિ લાવવાના પ્રયત્નોના વખાણ કર્યા. તેમણે કહ્યું કે બે વર્ષથી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા અંતિમ બચેલા ૨૦ લોકોને આજે પહેલા તબક્કામાં મુક્ત થઈને ઘરે પાછા ફરવાની પ્રક્રિયા પૂરી થઈ. ટ્રમ્પે આ સંમેલનમાં વૈશ્વિક નેતાઓ સાથે ગાઝા યુદ્ધ વિરામ સમજૂતિ પર સહી કરી.
શિખર સંમેલનમાં આરબ અને મુસ્લિમ દુનિયાના અનેક દેશો સામેલ થયા અને ટ્રમ્પે તેને મધ્ય પૂર્વ માટે એક નવો અને સુંદર ગણાવ્યા. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય ટ્રમ્પને આપ્યો હતો.ઇજિપ્તમાં આયોજિત ગાઝા શાંતિ શિખર સંમેલનમાં વિશ્વના અનેક મોટા નેતાઓ એકઠા થયા હતા, જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ પણ હાજર હતા, પરંતુ આર્મી ચીફ આસિમ મુનીર હાજર નહોતા.
ટ્રમ્પે જ્યારે વડા પ્રધાન શરીફને સંબોધન માટે આમંત્રણ આપ્યું ત્યારે તેમણે કહ્યું, “પાકિસ્તાનના વડા પ્રધાન શરીફપ અને મારે કહેવું પડશે કે પાકિસ્તાનના મારા ફેવરિટ ફિલ્ડ માર્શલ, જે અહીં નથી, પરંતુ વડા પ્રધાન અહીં છે.”
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે તાજેતરમાં જ વ્હાઇટ હાઉસમાં શરીફ અને મુનીર સાથે મુલાકાત કરી હતી અને તે દરમિયાન પણ તેમણે પાકિસ્તાની સેના પ્રમુખની ભારે પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શરીફે આ પ્રસંગે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અથાક પ્રયાસો બાદ જ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાઈ છે.