જામનગર જિલ્લામાં ૧૬ પશુ દવાખાના બનાવાશે

પ્રતિકાત્મક
જામનગર, જામનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્ય મંત્રી પટેલના હસ્તે જામનગર તાલુકાના મોરકંડા ખાતે રૂ.૧.૧૦ કરોડના ખર્ચે નિર્મિત થનાર અદ્યતન પશુ દવાખાનાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પશુ સારવારની સુવિધાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થાય તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકાઈ છે. જેમાં પશુ આરોગ્ય મેળા, પશુ દવાખાના, પશુ આર્થિક સહાય અને એનિમલ એમ્બ્યુલન્સ જેવી સુવિધાનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર દ્વારા એક હજાર નવા પશુ દવાખાના સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે, જામનગર જિલ્લામાં પણ ચાલુ વર્ષે નવા ૧૬ પશુ દવાખાનાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
ગ્રામજનો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે પશુપાલન એ માત્ર કૃષિનો સહાયક વ્યવસાય નથી, પરંતુ તે ખેડૂતોને નથી અને નિયમિત આવક પૂરી પાડીને આર્થિક રીતે સમૃદ્ધ થવામાં મદદરૂપ બને છે. તેમણે સેક્સ્ડ સિમેન ટેકનોલોજી અને દૂધ મંડળીઓ જેવી પશુપાલન સંબંધિત અગત્યની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી ગ્રામજનોને તેનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.