ગળતેશ્વરના પરબિયા હાઈસ્કૂલના શિક્ષિકાને ‘બાલરક્ષક પ્રતિષ્ઠાન’ એવોર્ડથી સન્માનિત કરાયા

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પરબિયા હાઈસ્કૂલના શિક્ષિકાને ‘બાલરક્ષક પ્રતિષ્ઠાન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર આયોજીત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નેશનલ એજ્યુકેશન કોન્ફ્રન્સ અને એવોર્ડ કાર્યક્રમ બાલરક્ષક પ્રતિષ્ઠાનના અધ્યક્ષ શ્રી મનોજ ચિંચોરે, સચિવ શ્રી નરેશ વાઘ તેમજ સમગ્ર ગુજરાત કોર ટીમ દ્વારા વડોદરામાં વાણિજ્ય ભવન ખાતે યોજવામાં આવ્યો હતો.
તેમાં વિવિધ રાજ્યના અને જિલ્લાના નવાચારી શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા.અતિથી તરીકે આદરણીય શ્રી ડૉ.જયપ્રકાશ સર સોની (વડોદરા શહેર ભાજપ પ્રમુખ) પ્રોફેસર રમેશચંદ્ર સર કોઠારી. (વીર નર્મદ યુનિવર્સિટી સુરત) આદરણીય શ્રી પુલકીતભાઈ જોશી (નાયબ સચિવ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર),
શ્રી તુષારભાઈ મહેતા, સચિવશ્રી એજ્યુકેશન, ગાંધીનગર, શ્રી મહેશભાઈ પાંડે (જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વડોદરા) પ્રોફેસર ડોક્ટર જનકસિંઘસર મીના (ડ્ઢય્્ઁજી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત. કુંઢેલા, વડોદરા) શ્રી નૈષધભાઈ મકવાણા (નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી) શ્રી સનતભાઈ પંડ્યા (ફોક સિંગર) કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
તમામ મહાનુ ભાવોની ઉપસ્થિતમાં સર્વોદય વિનય મંદિરના શિક્ષિકા શ્રીમતી હંસાબેન મનસુખભાઈ ગઢિયાને સતત શિક્ષણ પ્રત્યેના નવતર પ્રયોગો અને વિશેષ યોગદાન બદલ મ્ીજં ઝ્રિીટ્ઠૈંvી ્ીટ્ઠષ્ઠરીિ છુટ્ઠઙ્ઘિ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધતામાં એકતાના દર્શન આ બાલ રક્ષક પ્રતિષ્ઠાના મંચ પર થયા હતા.