અમદાવાદ આવતી બસમાં બેઠેલી 17 મહિલાઓ પાસેથી દારૂ મળતાં પોલીસે બસ જપ્ત કરી

પ્રતિકાત્મક
શામળાજી- હિંમતનગર વચ્ચે લકઝરી બસમાં ૧૭ મહિલાઓ પાસેથી દારૂ મળી આવ્યો -ટીંટોઈ પોલીસે બસને જપ્ત કરી ગુનો નોંધ્યો
મોડાસા, સ્ટેટ મોનિટરીંગ સેલના ઈન્સ્પેકટર ચૌહાણ સહિતની ટીમે અરવલ્લી જિલ્લામાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું ત્યારે આ ટીમ નેશનલ હાઈવેના સુનોખ ગામ પાસે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી કાર ગાડી અમદાવાદ તરફ જનાર છે જે બાતમી આધારે ટીમ દ્વારા ગડાદર ગામ પાસે રેલવે ફાટકના ઉપરના ભાગે ઓવરબ્રિજના છેડે પોલીસે નાકાબંધી કરી હતી.
બાતમી મુજબનું વાહન આવતા આ ટીમે તેને અટકાવી ઉભી રાખવા આડશ ઉભી કરી દીધી હતી, પરંતુ ગાડીના ચાલકે યુ-ટર્ન મારી ગાડીને ઓવરબ્રિજના નીચેના ભાગ તરફ ભગાવ્યુ હતું. પોલીસે પીછો કરી આ વાહનને ઝડપી ચાલક દિનેશ અસારીની અટકાયત કરી હતી. પોલીસે કાર ગાડીની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની ૧૩૭૮ બોટલ જેની કિંમત રૂ.પ લાખ આંકી છે
તથા દારૂનો રૂ.૯૪૦/- નો જથ્થો ડ્રાઈવર પાસેથી ઝડપ્યો હતો. મોબાઈલ અને રૂ.પ લાખની કાર મળી કુલ રૂ.૧૦.૧૧ લાખનો મુદ્દામાલ ઝડપી કબજે લઈ પોલીસે જપ્ત કર્યો હતો. જે ટીંટોઈ પોલીસને હવાલે કર્યો હતો પરંતુ ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં જીસ્વાનની કનેકટીવીટી છેલ્લા બે દિવસથી બંધ છે. કાર ગાડી ચાલક દિનેશ હાજારામ અસારી મીણા (ઉ.વ.૩ર), (રહે. બરના- રાજસ્થાન)ની ધરપકડ કરી પ્રોહિબીશન એકટ હેઠળનો ગુનો નોંધ્યો હતો.
જયારે શામળાજીથી હિંમતનગર વચ્ચે પસાર થતી મધ્યપ્રદેશ પા‹સગની નવરંગ ટ્રાવેલ્સ બસમાં ૧૭ મહિલાઓ પાસેના થેલામાંથી રૂ.૧.૩૭ લાખની કિંમતની ૭ર૩ વિદેશી દારૂ અને બિયરની ટીનનો જથ્થો મળી આવ્યો હતો.
ટીંટોઈ પોલીસે નવરંગ ટ્રાવેલ્સ બસ કબજે લઈ ચાલક ઈકબાલહુસેન અસત્તારભાઈ મનસુરી અને કલીનર ઉમાશંકર બંસીલાલ ખટીક (રહે. અનંતપુરા, કોટા- રાજસ્થાન)ના સહિત ૧૭ મહિલાઓની અટકાયત કરી હતી.
પોલીસે વિદેશી દારૂ- બિયરનો જથ્થો રૂ.૧.૩૭ લાખ અને બસની કિંમત રૂ.ર૦ લાખ મળી કુલ રૂ.ર૧.૩૭ લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે જપ્ત કર્યો હતો અને બસ ચાલક, કલીનર તથા ૧૭ મહિલા આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.