નેતન્યાહૂ ઈજિપ્તની ગાઝા સમિટમાં ન આવ્યા: રિપોર્ટ

નવી દિલ્હી, ગાઝામાં યુદ્ધવિરામને મજબૂત કરવા અને પુનર્નિર્માણ માટે સોમવારે ઇજિપ્તના શર્મ અલ-શેખમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનમાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સંભવિત ભાગીદારીને લઈને વિવાદ થયો હતો.
તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દાેગને નેતન્યાહૂને આમંત્રણ આપવાનો સ્પષ્ટ વિરોધ કર્યાે હતો, જેની પુષ્ટિ મંગળવારે તૂર્કિયેના એક અધિકારીએ કરી.
જોકે, નેતન્યાહૂના કાર્યાલયે છેલ્લી ઘડીનું આમંત્રણ આવનારી યહૂદી રજા (તહેવાર)ને કારણે રદ્દ કર્યું હતું.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી દ્વારા સહ-યજમાન કરાયેલા આ શિખર સંમેલનમાં ૨૦થી વધુ દેશોના નેતાઓ સામેલ થયા હતા. તેનો મુખ્ય હેતુ ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામને મજબૂત કરવો, બંધકોની મુક્તિ અને યુદ્ધ પછીના પુનર્નિર્માણની રૂપરેખા તૈયાર કરવાનો હતો.
ફ્રાન્સ, જર્મની, બ્રિટન, કેનેડા, કતાર, યુએઈ, જોર્ડન, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા સહિતના દેશોના નેતાઓ હાજર હતા. તૂર્કિયેના એર્દાેગન અમેરિકા, ઇજિપ્ત અને કતારના નેતાઓ સાથે ચાર-પક્ષીય ઘોષણાના હસ્તાક્ષરકર્તાઓમાંના એક હતા.તૂર્કિયેના રાષ્ટ્રપતિ એર્દાેગને ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂની શિખર સંમેલનમાં હાજરીનો સ્પષ્ટ વિરોધ કર્યાે હતો. તૂર્કિયેના પ્રવક્તા ઓમર ચેલિકે મંગળવારે જણાવ્યું કે તૂર્કિયેએ નેતન્યાહૂની ભાગીદારી રોકવા માટે તૈયારી કરી હતી.
એક અધિકારીએ પુષ્ટિ કરી કે એર્દાેગને રાષ્ટ્રપતિ સીસીને ચેતવણી આપી હતી કે જો નેતન્યાહૂ આવશે, તો તેમનું વિમાન શર્મ અલ-શેખમાં નહીં ઉતરે. એર્દાેગને ગાઝામાં વિનાશને ‘નરસંહાર’ ગણાવ્યો અને પુનર્નિર્માણમાં વર્ષાે લાગશે તેમ કહ્યું.
ઇરાકના વડા પ્રધાન અલ-સુદાનીએ પણ નેતન્યાહૂની હાજરી પર સંમેલન છોડી દેવાની ચેતવણી આપી હતી, જે ઇઝરાયલ વિરુદ્ધ પ્રાદેશિક અસંતોષ દર્શાવે છે.નેતન્યાહૂને છેલ્લી ઘડીનું આમંત્રણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું હતું, જેમણે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે વાત કરીને તેમને આમંત્રિત કરવા કહ્યું. સીસી દ્વારા ફોન આવતાં નેતન્યાહૂએ આમંત્રણ સ્વીકાર્યું.
આ પછી, ઇજિપ્તના કાર્યાલયે જાહેરાત કરી કે નેતન્યાહૂ અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ બંને સંમેલનમાં ભાગ લેશે.જોકે, થોડા કલાકો પછી નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું કે શેમિની અત્ઝેરત-સિમચત તોરાહ યહૂદી રજાની નિકટતાને કારણે તેઓ ભાગ લઈ શકશે નહીં. તેમણે ટ્રમ્પનો આભાર માન્યો પણ સીસીનો ઉલ્લેખ ન કર્યાે. રિપોટ્ર્સ સૂચવે છે કે રજાને બદલે એર્દાેગનના વિરોધને કારણે આમંત્રણ રદ્દ કરાયું હતું. ગાર્ડિયનના મતે, ટ્રમ્પનું આમંત્રણ એર્દાેગનની ચેતવણી બાદ રદ કરાયું હતું.SS1MS