Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચન પર પણ ‘લાબૂબૂ ડોલ’નો ક્રેઝ જોવા મળ્યો

મુંબઈ, બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ૮૩ વર્ષેય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમણે શેર કરેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો બિગ બીનો કારનો છે અને કારની સામે લાબૂબૂ ડોલ જોવા મળી રહી છે.

આ વીડિયો જોતાં જ બિગ બી પર પણ લાબૂબૂ ડોલનો ફીવર ચડી ગયોછે એવું કહેવું જરાય ખોટું નથી. આવો જોઈએ એવું તે શું ખાસ છે બિગ બીએ શેર કરેલાં વીડિયો અને બિગ બીએ શું કહ્યું છે લાબૂબૂ ડોલ્સ વિશેપછેલ્લાં કેટલાક સમય પહેલાં સોશિયલ મીડિયા પર લાબૂબૂ ડોલ્સનો ક્રેઝ જોવા મળ્યો હતો.

અનેક સેલેબ્સે ડોલ ખરીદી હતી અને સોશિયલ મીડિયા પર તેની ઝલક શેર કરી હતી. બિગ બી પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને દરેક ટ્રેન્ડને ફોલો કરે છે.

હવે બિગ બીએ પણ બીજા સેલેબ્સની જેમ લાબૂબૂ ડોલ ખરીદી હતી અને પોતાની કારમાં લગાવીને તેને ફ્લોન્ટ કરી હતી.બિગ બીએ લાબૂબૂ ડોલનો વીડિયો શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ભાઈઓ અને બહેનો હું લાબૂબૂ દેખાડી રહ્યો છું, જે મારી કારમાં છે. કાલે મળું છું લાબૂબૂપ બાય બાયપબિગ બીએ લાબૂબૂ ડોલ શેર કરી હોય તો પણ ફેન્સની નજર તેમના ડેશ બોર્ડ પર અટકી પડી હતી.

ડેશ બોર્ડની સ્ક્રીન પર બજરંગ બલીનો ફોટો દેખાયો હતો અને જેના પરથી ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે તેઓ હનુમાન ચાલીસા સાંભળી રહ્યા હતા. પણ વચમાં જ તેમણે એને સ્ટોપ કરી હતી.

બસ પછી પૂછવું જ શું? બિગ બીનો આ વીડિયો જોઈને ફેન્સ તેના પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સર લાબૂબૂ સાથે હનુમાન ચાલીસા સાંભળવી જરૂરી છે. બીજા એક યુઝરે લખ્યું કે સારું છે કે હનુમાન ચાલીસા છે, કોઈ ટેન્શનની વાત નથી.

ત્રીજા એક યુઝરે લખ્યું હતું તે સર, આ ડોલ સારી નથી અને એને ફેંકી દો.અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ આ મિની ડોલનો ટ્રેન્ડ શરૂ થયો હતો અને અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝથી લઈને બોલીવૂડ સ્ટાર્સે પણ મિની ડોલ સાથે ફોટો, વીડિયો શેર કર્યા હતા.

પરંતુ અનેક લોકો આ ડોલ પોતાની સાથે નેગેટિવિટી લઈને આવતી હોવાનો આક્ષેપ કરતાં વીડિયો અને ફોટો પણ શેર કર્યા હતા. જોવામાં પણ આ ડોલ ખાસ ક્યૂટ નહીં પણ ડરામણી દેખાતી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.