નરોડા GIDCમાં આવેલી કલરની ફેક્ટરી 10 દિવસ માટે આ કારણસર બંધ કરાવાઈ

નરોડા GIDC વિસ્તારમાં રહીશોના પગના તળિયા લાલ થઈ ગયા
પશુપતિનાથ ઇન્ડસ્ટ્રીઝ નામની કલર બનાવતી કંપનીમાંથી કલર જે હવામાં ખૂબ ઓછો નરી આંખે જોઈ શકાય નહીં તેઓ ફેલાયો હતો. કલર માટે સ્પ્રે ડ્રાયર ઉપયોગ કરવામાં આવે છે તેમાં કોઈ દુર્ઘટના બની હતી જેના કારણે આ કલર હવામાં ફેલાઈ ગયો હતો.
(એજન્સી)અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાંથી રાત્રે અવારનવાર કેમિકલ છોડવામાં આવતું હોવાની ઘટનાઓ બનતી હોય છે જે લોકોના આરોગ્યને જોખમકારક છે ત્યારે નરોડા જીઆઈડીસીમાં આવેલી પશુપતિનાથ ઈન્ડસ્ટ્રીઝ નામની કલર બનાવવાની ફેક્ટરીમાંથી કલર હવામાં ફેલાઈ ગયો હતો
જે કલર નરોડા ગામતળ અને આજુબાજુની સોસાયટીઓમાં ઉડીને જતા લોકોને તકલીફ પડી હતી. અને પગ ના તળિયા લાલ રંગ ના થઇ ગયા હતા. જીપીસીબી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુપતિનાથ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી હતી.
નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી ૧૦ દિવસ માટે ફેક્ટરીને બંધ કરવા માટેની નોટિસ આપી દેવામાં આવી છે. આ ખરેખર કલર હતો કે કેમિકલ તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્પ્રેડડ્રાયરમાં કોઈ અકસ્માત થયો હોવાના આ કલર ઉડી અને બહાર નીકળ્યો હતો.
નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે નરોડા વિસ્તારમાં જે લાલ કલર હવામાં ફેલાયો અને લોકોને તકલીફ પડી છે એવી જે બાબત સામે આવી છે તેમાં પશુપતિનાથ ઇન્ડસ્ટ્રીઝ નામની કલર બનાવતી કંપનીમાંથી કલર જે હવામાં ખૂબ ઓછો નરી આંખે જોઈ શકાય નહીં તેઓ ફેલાયો હતો. કલર માટે સ્પ્રે ડ્રાયર ઉપયોગ કરવામાં આવે છે તેમાં કોઈ દુર્ઘટના બની હતી જેના કારણે આ કલર હવામાં ફેલાઈ ગયો હતો.
જીપીસીબી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી અને ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી છે. એસોસિએશન તરફથી હાલ ૧૦ દિવસ માટે ફેક્ટરીને બંધ કરવા માટેની અને તેના મેન્યુફેક્ચરિંગને રોકવા માટે નોટિસ આપી દેવામાં આવી છે.
જીપીસીબી તરફથી પણ તેને ક્લોઝર નોટિસ આપવામાં આવી શકે છે. અમારા એસોસિએશન તરફથી પણ જ્યાં સુધી પ્રતિનિધિ મંડળ આ ફેક્ટરીમાં તપાસ કરી અને સંતોષકારક હશે તો જ ફરીથી તેને ચાલુ કરવા માટે જાણ કરશે.
જોકે ફેક્ટરીના સંચાલકે જણાવ્યું હતું કે અમારી કલરની ફેક્ટરી છે અને કઈ રીતે આ ઘટના બની તેની અમે તપાસ કરી રહ્યા છીએ. કઈ ફેક્ટરી માંથી ઉડયું છે તેની તપાસ ચાલી રહી છે. જેનું પણ નુકસાન થયું છે.
એસોસિએશને પણ બધાને નોટિસ આપી હશે. હવામાં કેટલા કલરના પાર્ટીકલ્સ હોય છે એટલે આ માલ કેવી રીતે ફેલાયો એ અંગે તપાસ કરી રહ્યા છીએ. એસોસીએશન તરફથી ફેક્ટરીવાળાઓને પણ જાણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી જીઆઇડીસી ની ફેક્ટરીઓમાં કેટલાક ફેક્ટરીના માલિકો દ્વારા રાત્રિના સમયે હવામાં કેમિકલ છોડવામાં આવતું હોય છે જે લોકોના આરોગ્ય અને જોખમકારક હોવા છતાં પણ છોડવામાં આવે છે
આ ઉપરાંત કેમિકલ વાળા પાણી પણ અવારનવાર ગેરકાયદેસર રીતે જોડાણ કરીને છોડવામાં આવતા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે જીપીસીબીની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે. જીપીસીબી ના અધિકારીઓ આ બાબતે તપાસ ન કરતા બધી મિલીભગતથી લોકોને આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે.