Western Times News

Gujarati News

PM મોદીને 75 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો પણ 1.11 કરોડથી વધુ લખાયા

જ્યારે પોસ્ટકાર્ડ લેખનનું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે ૭૫ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો. -વિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનશ્રીને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ પાઠવવામાં આવ્યા

GST સુધારા, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી જેવા વિવિધ વિષયો પર 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખાયા

Ahmedabad, ગુજરાત સરકારના કૃષિખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજારથી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.

જે અન્વયે તા. ૧૪ ઓક્ટોબર૨૦૨૫ના રોજ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ના અધિકારીઓ દ્વારા “Guinness World Records Recognition for Largest Postcard Numbers” એટલે કે “વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન” રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમવિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનશ્રીને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છેજે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છેતેમ પત્રકાર પરિષદમાં સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપકુમારે જણાવ્યું હતું.

વધુ વિગતો આપતા સચિવશ્રીએ કહ્યું હતું કેઆંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રના નાગરિકો દ્વારા વડાપ્રધાનશ્રીને આજદિન સુધી ભારતવર્ષમાં થયેલા તમામ નાગરિકલક્ષી કામગીરી માટે આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. જેમાં GST સુધારામેક ઇન ઈન્ડિયા અભિયાનહર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીવિકાસ સપ્તાહજનધન યોજનાતમામ નાગરિકોના નાણાકીય સમાવેશીકરણબુલેટ ટ્રેનની શરૂઆતવગેરે જેવા વિવિધ વિષયો ઉપર આભાર લેખન પોસ્ટકાર્ડ મારફતે દર્શાવવામાં આવ્યા હતા.

સચિવશ્રીએ કહ્યું હતું કેજ્યારે પોસ્ટકાર્ડ લેખનનું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુંત્યારે ૭૫ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો. પરંતુ રાજ્યના નાગરિકોએ સહકારની શક્તિ દ્વારા મક્કમ અને સબળ પ્રયાસો કરી ટીપે ટીપે સરોવર ભરાય એમ અંદાજિત ૭૫ લાખના આંકડાને પણ ક્યાંય પાછળ મૂકીને ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીભારત અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વ ફલક પર રોશન કરી ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ-૨૦૨૧માં સૌપ્રથમ સહકાર મંત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયે ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત ખેડૂતોપશુપાલકો અને ગ્રામીણ ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો માટે અનેક યોજનાઓ દ્વારા આર્થિક-સામાજિક ઉન્નતિનું વિશેષ કાર્ય કર્યું છેતેમ તેમણે ઉમેર્યું હતું.

સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું કેગિનિસ વર્લ્ડ રેકોર્ડના ડેટા મુજબ પોસ્ટકાર્ડ લેખનનો સૌથી મોટો વર્લ્ડ રેકર્ડ અત્યાર સુધી ૬,૬૬૬ પોસ્ટકાર્ડ સાથે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC)-સેક્શન વોટર(સ્વિત્ઝરલેન્ડ) બાસેલસ્વિત્ઝરલેન્ડ પાસે હતોજે હવે ગુજરાતનાં નામે થયો છે.

જે અંતર્ગત સહકાર વિભાગ દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડલંડન સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રિવરફ્રન્ટઅમદાવાદ ખાતે ૩૫૦×૮૦ ફૂટના વિસ્તારમાં ૭૫,૦૦,૦૦૦નો આંકડો બનાવીને તેમાં પોસ્ટકાર્ડ લગાવવામાં આવ્યા હતાજે માટે સહકાર વિભાગના ૫૦થી વધુ અધિકારીઓ તથા ૧૦૦થી વધુ કર્મચારીઓએ સતત ૩-૪ દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી હતી.  


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.